ખેડૂતો માથે ફરી માવઠાંનુ સંકટ, જાન્યુઆરી 2021 માં થશે શકે છે 2 માવઠાં

ખેડૂતો માથે ફરી માવઠાંનુ સંકટ, જાન્યુઆરી 2021 માં થશે શકે છે 2 માવઠાં

નમસ્કાર મિત્રો...


ગુજરાતના ખેડૂતોની માથે ફરી એક વખત માળખાનું સંકટ તોળાઈ રહ્યું છે. ગુજરાતમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં અને બીજા અઠવાડિયામાં એક-એક એમ ટોટલ બે માવઠાં થાય એવી શક્યતાઓ website નાં માધ્યમથી રહેલી છે.


1) 2 થી 4 જાન્યુઆરી માં પહેલું માવઠું :


ગુજરાતમાં નવા વર્ષની સાથે પ્રથમ અઠવાડિયામાં 2 થી 5 જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય માવઠું થાય એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.


તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અરબી સમુદ્રમાંથી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ સુધી હશે. જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં કોઈક વિસ્તારમાં સામાન્ય હળવું માવઠું થાય એવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. 


આ માવઠું દક્ષિણ ગુજરાતમાં થોડુંક વધારે જોવા મળે તેવી શક્યતા છે સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના એક બે જિલ્લામાં માવઠની સામાન્ય અસર જોવા મળી શકે છે. 


2) બીજું માવઠું 6 થી 10 જાન્યુઆરી વચ્ચે. 


6 જાન્યુઆરી પછી એક નવું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના ઘણા બધા રાજ્યોમાં જોવા મળશે, અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર આવશે તો ફરી ગુજરાતમાં એક મોટું માવઠું થઈ શકે છે. હાલ એની શક્યતા છે તે ખૂબ જ ઓછી જણાઇ રહી છે પરંતુ આગામી દિવસોમાં એમની વધારે સચોટ માહિતી મળી જશે.


6 થી 10 જાન્યુઆરી નું મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારતના ઘણા બધા રાજ્યોમાં એક માવઠું અને વાદળછાયું વાતાવરણ આપી શકે છે.


હાલ ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ સતર્ક રહેવાની જરૂર છે આ માત્ર આગોતરુ એંધાણ છે. અને એ આગાહી મુજબ આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો પણ જોવા મળશે.


આ માવઠાની વધારે માહિતી અમે ઘણી વેબસાઇટો નાં માધ્યમથી ( Team Khissu) તમને આગામી દિવસોમાં જણાવતા રહીશું. અને આ માહિતી ને સમજવા માટે એક વીડિયો Khissu યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલો છે તમે લોકો ત્યાં જઈ અને જોઈ શકો છો.