મિત્રો, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. જેના પગલે રાજ્યમાં આદર્શ આચારસંહિતા નો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છે કે આચારસંહિતા એટલે શું ? આચારસંહિતા માં શું કાયદો લાગુ પડે છે ? શું કોઈ સરકારી કામો થઈ શકે ? તો આવો જાણીએ વિગતવાર માહિતી..
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસના ગ્રાહકો માટે સારા સમાચાર! માત્ર 299 રૂપિયા ખર્ચીને તમને મળશે 10 લાખ રૂપિયાનો ફાયદો, જાણો વિગત
આચાર સંહિતા શું છે?
ચૂંટણી પંચ દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કેટલાક નિયમો બનાવે છે. ચૂંટણી પંચના આ નિયમોને આચારસંહિતા કહેવામાં આવે છે. લોકસભા/વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ નિયમોનું પાલન કરવાની જવાબદારી સરકાર, નેતાઓ અને રાજકીય પક્ષોની છે.
આચારસંહિતા ક્યારે અમલમાં આવે છે?
ચૂંટણીની તારીખની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઈ જાય છે. દેશમાં દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય છે. જુદા જુદા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જુદા જુદા સમયે યોજાય છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જાય છે.
આચારસંહિતા ક્યાં સુધી રહેશે?
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહેશે. ચૂંટણીની તારીખની જાહેરાત સાથે, દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવે છે અને મત ગણતરી થાય ત્યાં સુધી ચાલુ રહે છે.
આ પણ વાંચો: ATM માંથી પૈસા ના નીકળે તો શું કરવું ? અહીં જાણો તમામ માહિતી
આચારસંહિતાના મુખ્ય નિયમો શું છે?
આદર્શ આચાર સંહિતાના નિયમો આદર્શ આચાર સંહિતામાં ભાષણો, મતદાન કેન્દ્ર, મતદાન દિવસ, ચૂંટણી ઘોષણાપત્રો , રેલીઓ, સભાઓ વગેરે અંગેના નિયમોનો સમાવેશ થાય છે , જેમાંના કેટલાક નિયમો આ પ્રમાણે છે :
(1) આચાર સંહિતા અમલમાં આવ્યા બાદ મંત્રીઓ સરકાર પાસે કોઈ નાણાકીય અનુદાનની માંગ કરી શકે નહિ.
(2) આ ઉપરાંત તેઓ ચૂંટણી પ્રચાર માટે સરકારી નાણાં કે વાહનોનો ઉપયોગ કરી શકે નહિ.
(3) સરકાર કોઈ નવી યોજનાઓની જાહેરાત કરી શકે નહિ. (4) સરકાર કે જાહેર ક્ષેત્રમાં નવી નિમણૂક થઈ શકે નહિ.
(5) મતદાન કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના 48 કલાક પહેલાથી કોઈ સભા કૈ પ્રચાર કરી શકાય નહિ.
(6) શૌર્ય પુરસ્કારોથી સમ્માનિત સશસ્ત્ર દળોના સૈનિકોના ફોટાનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકાય નહિ.
(7) ચૂંટણી પંચે નક્કી કરેલી મર્યાદા અનુસાર જ ઉમેદવાર ચૂંટણી માટે નાણા ખર્ચી શકે છે. ચૂંટણી પૂરી થયા બાદ આ ખર્ચનો પૂરો હિસાબ ઉમેદવારે ચૂંટણી પંચને આપવાનો હોય છે. અને જો આ હિસાબ આપવામાં તે નિષ્ફળ જાય તો ચૂંટણીપંચ તેને ગેરલાયક ઠેરવે છે .
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.