દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તે પોતાની મહેનતની કમાણીથી બાળકો માટે એક મજબૂત આર્થિક સુરક્ષા તૈયાર કરે. હંમેશા લોકો તેમના માટે એફડી (Fixed Deposit) કે આરડી (Recurring Deposit) માં પૈસા લગાવે છે, પરંતુ તેના પર મળનાર વ્યાજ હવે આકર્ષક રહ્યું નથી. જો તમે પણ ઈચ્છો છો કે તમારૂ રોકાણ બાળકોના અભ્યાસ, કરિયર કે લગ્નમાં મોટો સહારો બને, તો એલઆઈસીની અમૃત બાળ (LIC Amrit Bal) સ્કીમ તમારા માટે શાનદાર વિકલ્પ સાબિત થઈ શકે છે.
શું છે LIC અમૃત બાળ સ્કીમ?
LIC અમૃત બાલ એક નોન-લિંક્ડ લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી છે જે ખાસ કરીને બાળકોના ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. માતાપિતા આ યોજનામાં તેમના બાળકના નામે રોકાણ કરે છે અને બદલામાં વીમા સુરક્ષા અને સારું વળતર મેળવે છે. આ એક જ યોજનામાં સુરક્ષા અને બચત બંને પ્રદાન કરે છે.
આ પોલિસીમાં રોકાણ કરવા માટે, બાળક ઓછામાં ઓછું 30 દિવસનું અને વધુમાં વધુ 13 વર્ષનું હોવું જોઈએ. બાળક 18 થી 25 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે પોલિસી પરિપક્વ થાય છે, જેનાથી તેઓ તેમના શિક્ષણ, કોલેજ ફી અથવા કારકિર્દીની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે છે.
પ્રીમિયમ અને રોકાણના વિકલ્પ
આ સ્કીમની સૌથી ખાસ વાત છે કે તમે તમારી સુવિધાઓ અનુસાર પ્રીમિયમ ભરી શકો છો. ચુકવણી માસિક, ક્વાર્ટર, છ મહિને કે વાર્ષિક રૂપે કરી શકાય છે. આ સિવાય સિંગલ પ્રીમિયમ કે સીમિત સમયગાળો (5, 6 કે 7 વર્ષ) સુધી પ્રીમિયમ આપવાનો વિકલ્પ પણ હાજર છે.
લઘુત્તમ વીમા રકમ ₹2 લાખ છે, જ્યારે મહત્તમ કોઈ મર્યાદા નથી. આનો અર્થ એ છે કે તમે જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરી શકો છો. જો તમે તેને ઓનલાઈન ખરીદો છો, તો તમે પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટનો લાભ પણ મેળવી શકો છો.
બમ્પર રિટર્ન અને ગેરંટીડ લાભો
આ પોલિસીની બીજી એક મોટી વિશેષતા એ છે કે દરેક વર્ષના અંતે, પોલિસીધારકને મૂળભૂત વીમા રકમના હજાર દીઠ ₹80 નો ગેરંટીડ વધારાનો લાભ મળે છે. આ લાભ ત્યારે જ ઉપલબ્ધ છે જો પોલિસી સક્રિય રહે.
પોલિસીના અન્ય ફાયદા
LIC અમૃત બાળ સ્કીમમાં પ્રીમિયમ વેવર બેનિફિટ રાઇડર (Premium Waiver Benefit Rider) નો વિકલ્પ પણ મળે છે. એટલે કે જો તમારા માતા-પિતા કોઈ કારણે પ્રીમિયમ ન ભરી શકે, તો બાળકોની પોલિસી ચાલૂ રહે છે. આ સાથે જરૂર પડવા પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
કેમ બાળકો માટે છે આ બેસ્ટ પોલિસી?
LIC અમૃત બાળ તે માતા-પિતા માટે ખૂબ ઉપયોગી છે, જે ઈચ્છે છે કે તેના બાળકોના અભ્યાસ કે કરિયરમાં પૈસાની સમસ્યા ન આવે. આ ન માત્ર વીમા સુરક્ષા આપે છે, પરંતુ એક મજબૂત ફંડ પણ તૈયાર કરે છે. એફડી કે આરડી જેવી યોજનાઓમાં જ્યાં રિટર્ન સીમિત હોય છે, તો આ સ્કીમ તમને ગેરેન્ટેડ એડિશન અને વીમા સુરક્ષા કવચ બંને આપે છે.