મોદી સરકારની મોટી જાહેરાત / ફરી મળશે મફત અનાજ: જાણો કોને, ક્યારે અને કેટલું અનાજ?

મોદી સરકારની મોટી જાહેરાત / ફરી મળશે મફત અનાજ: જાણો કોને, ક્યારે અને કેટલું અનાજ?

  • ગરીબો માટે મોદી સરકારનો મોટો નિર્ણય
  • 5 કિલો મફત અનાજ આપવામાં આવશે.
  • મેં અને જૂન મહિનામાં મળશે લાભ

કેન્દ્ર સરકારે આજે (23 એપ્રિલે) જાહેરાત કરતાં જણાવ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આગમી 2 મહિના ( મેં અને જૂન મહિનામાં) સુધી 5 કિલો મફત અનાજ આપવામાં આવશે. જેમાં દેશનાં 80 કરોડ લોકોને લાભ મળશે. મહત્ત્વનું છે કે ગુજરાતનાં લોકોને પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 5 કિલો મફત અનાજ મળશે. 

એક બાજુ કોરોના મહામારી સામે લડવા રાજ્ય અને કેન્દ્ર સરકાર કડક પગલાં લઈ રહી છે. જેથી પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પાછા વળી રહ્યા છે. કેન્દ્ર સરકાર ને ભય છે કે શહેરોમાં કડક પગલાં લેવાના કારણે મજૂરો ભાગી રહ્યા છે જેમના કારણે મજૂરોને ખાવા પીવાના સામાનની મુશ્કેલીઓ થઈ શકે છે. તેમના કારણે લોકોને અનાજ ઉપલબ્ધ કરવું જરૂરી છે. કેન્દ્ર સરકારની નવી આ યોજના હેઠળ 26 હજાર કરોડથી વધુનો ખર્ચ થઈ શકે છે.
ગયા વર્ષે પણ ગરીબ કલ્યાણ અન્ન યોજના ત્રણ મહિના શરૂ રહી હતી. સરકારે લોકોને એપ્રિલ, મે અને જૂન 2020 માં મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ આ યોજનાને પાંચ મહિને એટલે કે નવેમ્બર મહિના સુધી વધારી હતી. દેશભરમાં લગભગ 81 કરોડ લોકોને આ યોજનાનો લાભ થયો હતો.

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં અંદાજે 90 હજાર કરોડ રૂપિયા ગયા વર્ષે ખર્ચ્યા હતા. જો તેમાં છેલ્લા ત્રણ મહિના જોડવામાં આવે તો દોઢ લાખ કરોડ રૂપિયા થઈ જાય છે. ગયા વર્ષે સમગ્ર દેશમાં લોકડાઉનના થોડા સમયમાં જ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત 81 કરોડ લોકોને એપ્રિલ, મે અને જૂન મહિનામાં મફત અનાજ આપવામાં આવ્યું હતું.

આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિ જાણી શકે તે માટે શેર કરો અને આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરી લો.