કેન્દ્ર સરકારે સ્ક્રેપ પોલીસી લાગુ કરી છે ત્યારે રાજયમાં 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં જશે. સ્ક્રેપ પોલીસની જાહેરાત બાદ રાજય સરકારે સ્ક્રેપ પોલીસીના નીતિ નિયમોના અમલને લઇ તૈયારી કરી છે. ગુજરાતમાં જો 15 વર્ષ જૂનું વાહન હશે તો તેને ફિટનેસ સેન્ટરમાંથી સર્ટિફિકેટ મેળવવું પડશે આ ઉપરાંતજો ફિટનેસ સેન્ટરમાં ત્રણ વખત નાપાસ થશે તો તે વાહન ભંગારમાં જશે.
ગુજરાતમાં સ્ક્રેપ પોલિસીનાં અમલની શરુઆત થઈ ગઈ છે. હવે 15 વર્ષથી વધુ જૂન વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. આ માટે રાજ્ય સરકારે PPP નાં ધોરણે 85 ફિટનેસ સેન્ટરોને મંજૂરી આપી છે. જેમાં 15 વર્ષથી વધુ જૂના વાહનોની ચકાસણી થશે. ફેલ થશે તો વાહન ભંગારમાં મોકલાશે.
આ પણ વાંચો: Post Office Scheme: બાળકીનું ખાતું ખોલાવીને તરત જ લાભ મેળવો, દર વર્ષે 25,000 રૂપિયા મળશે
ફિટનેસ સેન્ટરોમાંટેસ્ટની ફી જલદી નક્કી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ, જિલ્લામાં જ 20 લાખ વાહનો 15 વર્ષથી વધુ જુના છે. હવે જોવું એ રહ્યું કે આ સ્ક્રેપ પોલીસીનો અમલ કાઈ રીતે થાય છે
ગુજરાતમાં હાલ 41.50 લાખ વાહનો એવા છે જે 15 વર્ષથી જુના છે. 26.45 લાખ સ્કૂટર, 6.34 લાખ કાર, 1.11 લાખટ્રેક્ટર, 1,41,000 થી વધુ થ્રી વ્હીલર આ બધા વાહનો ક્રેપ પોલિસી મુજબ ભંગારમાં જશે. આખાએ ગુજરાતમાં સૌથી વધુ જુના વાહનો અમદાવાદમાં છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ મળીને 20.58 લાખ 15 વર્ષથી પણ જૂના છે. આ ઉપરાંત વડોદરામાં 1,35,433, રાજકોટ 7,36,422 અને સુરતમાં 2,00,673 વાહનોની વય મર્યાદા 15 વર્ષથી વધુ છે.
આ પણ વાંચો: સિસ્ટમ બની વધુ મજબૂત, આજે આ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર
સ્ક્રેપ પોલિસી શું છે
સ્ક્રેપ પોલિસી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં જે વાહનો જૂના થઈ ગયા છે તેમને તેમના ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. આ પરીક્ષણમાં વાહનોના એન્જિનની સ્થિતિ, તેમના ઉત્સર્જનની સ્થિતિ અને ઇંધણ કાર્યક્ષમતા, સલામતી સ્થિતિ જેવી ઘણી સુવિધાઓ તપાસવામાં આવશે. પરીક્ષણમાં નિષ્ફળ જવાથી વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે. આવા વાહનોને સ્ક્રેપ માટે મોકલવામાં આવશે.
વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી અનુસાર 10 વર્ષથી જૂના કોમર્શિયલ વાહનો અને 15 વર્ષથી જૂના ખાનગી પેસેન્જર વાહનોએ આ ટેસ્ટ આપવો પડશે. ફિટનેસ ટેસ્ટ પાસ થવા પર, આ વાહનોને IC એન્જિન સાથે બદલીને થોડા દિવસો માટે ચલાવવાની મંજૂરી આપવામાં આવશે.