હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં હાલ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદને લઈને રેડ તેમજ ઓરેંજ એલર્ટ જાહેર, જાણો કયા જિલ્લામાં ?
આજે દક્ષિણ ગુજરાતમાં વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, તાપી અને ડાંગ, આ જિલ્લામાં ભારેથી અતી ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તે સિવાય પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ આ જીલ્લાનાં વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બદલવો છે આધાર કાર્ડમાં રહેલો ફોટો, તો આ રીતે કરો અપડેટ, જાણો તેની સરળ પ્રોસેસ
તે સિવાયના અન્ય વિસ્તારમાં સામાન્ય છાંટા છૂટી થી લઈને હળવા વરસાદી ઝાપટા પણ વરસી શકે છે. એ સિવાય વાત કરવામાં આવે તો આજથી લઇને 16 તારીખ સુધીમાં રાજ્યના વિસ્તારોમાં ભારે થી અતી ભારે વરસાદની શક્યતા છે. જો કે 16 થી 24 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.