ખાલી 100 રૂપિયાનું રોકાણ તમને પુરે પુરા એક કરોડ કમાઈને આપશે, બીજે ફાંફાં મારવા કરતાં અહીં રોકાણ કરી દો

ખાલી 100 રૂપિયાનું રોકાણ તમને પુરે પુરા એક કરોડ કમાઈને આપશે, બીજે ફાંફાં મારવા કરતાં અહીં રોકાણ કરી દો

Money Making Tips: ટીપે ટીપે સરોવર ભરાય છે.... કહેવત મ્યુચ્યુઅલ ફંડ SIP સાથે સંપૂર્ણ રીતે બંધ બેસે છે. જો SIPમાં થોડી રકમનું નિયમિત રોકાણ કરવામાં આવે તો તે લાંબા ગાળે મોટી રકમમાં ફેરવાય છે. મ્યુચ્યુઅલ ફંડ તરફ લોકોનો ઝોક પણ વધી રહ્યો છે. જો કે SIPની વધતી જતી લોકપ્રિયતા સાથે ઘણા નવા મ્યુચ્યુઅલ ફંડ પણ બજારમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે તમારે કયું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું જોઈએ જે તમને સારું વળતર આપી શકે.

ખેડૂતોની દિવાળી સુધરી ગઈ: સરકાર ખરેખર આપી રહી છે પુરા 15 લાખ રૂપિયા, 11 લોકોની ટીમ કરી દો અરજી

આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા 1 કરોડ રૂપિયા કમાઈ શકો છો અને આ માટે તમારે કયું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું પડશે. તો ચાલો જાણીએ કે તમારે કેવી રીતે અને શું કરવાનું છે.

દિવાળી પર અહીં મળી રહ્યું છે સાવ સસ્તું સોનું, બજાર કરતાં ઘણો ફરક પડશે, લોકોની અત્યારથી લાઈન લાગી

કયું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું

તમારે ગમે તે મ્યુચ્યુઅલ ફંડ પસંદ ન કરવું જોઈએ. ફંડ પસંદ કરતા પહેલા તમારે તેનું પાછલું વળતર તપાસવું જોઈએ. તમારે એવું મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવું જોઈએ જેમાં તમને દર વર્ષે ઓછામાં ઓછું 12 ટકા વળતર મળે. તમારે આવા મ્યુચ્યુઅલ ફંડમાં દરરોજ 100 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રીતે તમારું માસિક રોકાણ રૂ. 3000 થશે. તમારે આ રોકાણ 30 વર્ષ માટે કરવાનું રહેશે. જો તમે આ નિયમિત કરો છો તો તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં.

21 વર્ષની ઉંમરે તમારું બાળક બનશે 2 કરોડ રૂપિયાનો માલિક, બસ આ રીતે 10,000 રૂપિયાથી કરો પ્લાન

કરોડપતિ કેવી રીતે બનવું

જો તમે દર મહિને 3000 રૂપિયા જમા કરાવો છો અને તમને તે ડિપોઝિટ પર દર વર્ષે 12 ટકા વળતર મળી રહ્યું છે, તો તમારા દ્વારા જમા કરાયેલી રકમ અને તેના પર મળતું વ્યાજ મળીને 1 કરોડ રૂપિયાથી વધુ થશે. તમારા મનમાં એક પ્રશ્ન અવશ્ય હશે કે આ કેવી રીતે થશે? 

લોકો કમાય-કમાયને ફેશનમાં જ ઉડાડે છે, પાણીની જેમ પૈસા વેડફી રહ્યા છે, આંકડો જોઈને વિશ્વાસ નહીં આવે

જો તમે 30 વર્ષ સુધી દર મહિને 3000 રૂપિયા જમા કરો છો, તો આ રકમ 10,80,000 રૂપિયા થઈ જાય છે. જો તમને આના પર અંદાજિત 12 ટકા વળતર મળી રહ્યું છે, તો તમારું વ્યાજ 95,09,741 રૂપિયા છે. હવે તમારી રોકાણ કરેલી રકમ અને વળતર મળીને રૂ. 1,05,89,741 થશે. તે જ સમયે જો તમારું મ્યુચ્યુઅલ ફંડ વાર્ષિક 13 ટકા વળતર આપી રહ્યું છે, તો તમે માત્ર 28 વર્ષમાં કરોડપતિ બની શકો છો.