khissu

મોન્સૂન 2022 / આવતાં ચોમાસામાં દુષ્કાળ પડશે કે ભરપૂર વરસાદ? ખેડૂતો માટે મોટી માહિતી....

ખાનગી સંસ્થા સ્કાયમેટે ( skymet Weather 2022) આવનાર 2022નાં વર્ષે ચોમાસુ કેવું રહેશે તેમનું પ્રારંભિક અનુમાન જણાવ્યું છે. જોકે દર વર્ષે skymet પોતાનું અનુમાન જણાવતું હોય છે.

Skymet દ્વાર પ્રારંભિક સામાન્ય માહિતી?
વર્ષ 2022ના ચોમાસાને લઈને ધરતીના પાલનહાર ખેડૂતો માટે સૌથી મોટી માહિતી બહાર આવી છે. વરસાદનું અનુમાન આપતી ખાનગી સંસ્થા skymete જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ સામાન્ય રહશે. આ વર્ષે ખરાબ ચોમાસુ થાય કે ઓછા વરસાદની શક્યતા નથી. સાથે જણાવ્યું હતું કે ચોમાસાની વધારે માહિતી એપ્રિલ મહિનામાં આપવામાં આવશે. 

વધારે વરસાદ કે દુષ્કાળ જેવો વરસાદ થશે? 
છેલ્લાં બે વર્ષથી લા-નીના અસર વિષુવવૃત્તીય સ્પેસિફિક મહાસાગરમાં અસામાન્ય રીતે નીચા તાપમાનની લાક્ષણિકતા પૂર તેમજ દુષ્કાળ સાથે જોડાયેલ પેટર્ન અસરકાર રહી છે. લા નીનાનો વૈશ્વિક તાપમાન પર ગરમીનો પ્રભાવ નથી તે મજબૂત ચોમાસુ અને સરેરાશ કરતાં વધારે વરસાદ અને ભારતમાં ઠંડા શિયાળાના સાથે સંકળાયેલ છે પરંતુ આ ચોમાસા પર તેની અસર ઘટશે જેમને કારણે સરેરાશ કરતાં વધારે વરસાદ અથવા પુષ્કળ વરસાદ નહીં થાય. સાથે સ્કાયમેટે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આ વર્ષે ખરાબ ચોમાસું કે ઓછા વરસાદ થવાની શક્યતા નથી.

ભારતમાંથી શિયાળો હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને આવનારા દિવસોમાં ઉનાળો ચાલુ થશે ત્યાર પછી જૂન મહિનાથી ચોમાસાનું આગમન થશે. 2022 ના ચોમાસા માટે અત્યારથી જ પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે, સાથે લા-નીના ન્યુટ્રલ હોવાથી સામાન્ય/ભરપૂર વરસાદ થશે તેવું અનુમાન હવામાન નિષ્ણાતો પણ જણાવી રહ્યા છે.

હવામાન વિભાગ સત્તાવાર માહિતી ક્યારે જાહેર કરે?
ભારતીય હવામાન વિભાગ ચોમાસા વિશેની સાચી માહિતી એપ્રિલ મહિનામાં જાહેર કરતી હોય.