મેગ્નેટિક દાદી :- સોશીયલ મિડીયાની અંદર હમણાંથી તમે ચમચી, સિક્કાઓ શરીર પર કોરોના રસી લગાવવાથી ચોંટી જાય છે તેવા સમાચાર સાંભળ્યા હશે. આવો જ એક વીડિયો સુરતનો નજરે આવ્યો છે કે સુરતમાં રહેતાં 78 વર્ષીય દાદીમાનાં શરીર પર ચમચી ચોંટી જતા ભારે કુતૂહલ ફેલાયું હતું. દાદીમાએ વેક્સિન નો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો. આ ઘટના બનતા મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિન નાં કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા થતી નથી. અલગ અલગ રાજ્યોમાંથી સમચાર આવી રહ્યા છે કે કોરોના ની રસી લગાવ્યા બાદ શરીરમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને શરીર પર સિક્કાઓ, ચમચી, લોખંડ ચોટવા લાગે છે જો કે રસીમાં એવા કોઈ તત્વ નથી. જેને કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાય. કોરોના વાયરસ ની ત્રણેય રસી સુરક્ષિત છે.
કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા :- પેરિસ ખાતે યુનેસ્કોની બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ નો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધોળાવીરા હડપ્પન સાઈટ ની હવે માટે સત્તાવાર જાહેરાત જ બાકી છે. ધોળાવીરા ની હડપ્પન સાઇટને ઓર્કિયોલોજિસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેકટર ડો. આર. એ. બિસ્ટે પોતાની કારકિર્દી નો અમૂલ્ય સમય સાઈટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં કોરોનાનુ ચિત્ર :- ગુજરાતમાં કોરોના મહામારી નો અંત આવી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસો ઘટી રહ્યા છે. અને રિકવરી રેટ પણ ઘટીને 97.36 ટકાએ પહોચી ગયો છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાનાં 500 થી પણ ઓછા કેસ નોંધાયા છે. એક સમયે જે 1 લાખ કરતાં વધુ કેસો હતા તે હવે 500 ની નીચે આવી ગયા છે. દેશની વાત કરીએ તો છેલ્લા 2 થી 3 મહિનામાં સેંકડો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી કાબૂમાં આવતી દેખાય છે. ગુજરાત સહિત દેશભરમાં રસીકરણ અભિયાન પૂરા જોશમાં શરૂ છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત હવે દેશનું માત્ર ત્રીજું એવુ રાજ્ય બન્યું છે જ્યાં રસીકરણ નો આંક 2 કરોડને પાર થયો છે. ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસ્તી એ 22,400 વ્યક્તિ કોરોના રસીના ડોઝ લઈ ચૂકી છે. આ પૈકી વેક્સિન નાં બંને ડોઝ લેવામાં આવ્યા હોય તેની સંખ્યા 45 લાખ છે.
આજે AAP ગુજરાતમાં :- ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયા થી રાજકરણ તેના નવા રંગ દેખાડી રહ્યું છે. સૌ પ્રથમ પાટીદાર સમાજે ખોડલધામ ખાતે બેઠક યોજી હતી. તે દરમિયાન ગાંધીનગર ખાતે ભાજપના મંત્રી ભૂપેન્દ્ર યાદવ બેઠક પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી. એવામાં રાજકરણ નો નવો રંગ સામે આવ્યો છે. આજે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવવાનાં છે. જે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું. આ સાથે ગુજરાતમા અમદાવાદના નવરંગપુરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય નુ ઉદઘાટન થવાનું છે. આ તમામ કાર્યક્રમોને લઈને આજે ચર્ચાઓનો નવો દોર શરૂ થશે.
સેલિબ્રિટી છે એટલે ઘરે રસી આપવાની ? :- ગીતાબેન રબારી કોરોનાંની રસી લઈને વિવાદમાં સપડાઇ ગયા છે. ગાયિકા ગીતાબેન રબારી અને તેમના પતિએ ઘરે કોરોના રસી લીધાની પોસ્ટ મૂકી હતી. ત્યારબાદ ઘણો વિવાદ થયો હતો. જેને કારણે ગીતાબેન રબારીએ સોશીયલ મિડીયા પરથી પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. કચ્છના ડીડીઓ ને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગના કર્મચારી ને નોટિસ આપીને આ અંગે ખુલાસો માંગ્યો છે. ગીતાબેન રબારી કચ્છની કોયલ તરીકે ઓળખાય છે અને સમગ્ર રાજ્યમાં તેના કોકિલા કંઠેને કારણે પ્રખ્યાત છે. ગીતાબેન રબારી અને તેમના પતિએ ઘરે વેક્સિન લીધી હતી. જે બાદ વિવાદમાં ફંસાયા હતા.
વેધર અપડેટ :- રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે. ચોમસુ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતા સારું રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 50 વર્ષની સરખામણીએ સરેરાશ વરસાદ 34 ઇંચ નિયત કરવામાં આવ્યો છે. આ વર્ષે સરેરાશ વરસાદ 106 ટકા કે તેથી વધુ થઈ શકે છે એવું હવામાન વિભાગનું કહેવું છે. ગુજરાતમાં અગાઉના બે વર્ષ દરમિયાન પણ વરસાદ સારો રહ્યો હતો. આ વર્ષે સૌરાષ્ટ્માં સરેરાશ 36 ઇંચ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. ગત વર્ષે રાજકોટમાં 49 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે આ વર્ષે જે સિસ્ટમ સક્રીય બની છે તેને જોતા ચોમાસુ સામાન્ય રહેશે.
કર્ક (ડ, હ) રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ :- આજે તમને સમાજમાં માન મળશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. તારાઓ પણ કોઈ શુભ કાર્ય થવાના સંકેત આપી રહ્યા છે. આજે કોઈ મિત્રને લાંબા સમય સુધી મળવાની સંભાવના છે. ઉદ્યોગપતિઓ માટે આજનો દિવસ સારો રહેશે. નવા સોદા થઈ શકે છે. પૈસા લાભકારક રહેશે. કોઈ પણ વિવાદનો ભાગ ન બનો. કાનૂની બાબતો આગળ વધશે. ધાર્મિક પ્રવાસ લાભદાયક રહેશે. વિવાહિત જીવનમાં સુસંગતતા રહેશે. આજે તમારો દિવસ ખુશ રહેશે. કોઈની સાથે વૈચારિક મતભેદો થઈ શકે છે. વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડશે. સરકારી કામ આગળ વધશે.