જો તમે ઓછી જગ્યામાં એવો પાક ઉગાડવા માંગતા હોવ, જેનાથી મોટો ફાયદો થઈ શકે, તો તમે સરકારની મદદથી આદુની ખેતી પણ કરી શકો છો. આદુનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. આદુનો ઉપયોગ ચાથી લઈને શાકભાજી કે અન્ય કોઈપણ વાનગી બનાવવામાં થાય છે. ઠંડીમાં આદુનો ખૂબ ઉપયોગ થાય છે. તો ચાલો જાણીએ કે આદુની ખેતી કેવી રીતે શરૂ કરવી.
આદુની ખેતી કેવી રીતે કરવી?
અગાઉના આદુના પાકના કંદનો ઉપયોગ આદુની વાવણી માટે થાય છે. મોટા આદુના પંજા એવી રીતે તોડી લો કે એક ટુકડામાં બેથી ત્રણ અંકુર રહે. આદુની ખેતી મુખ્યત્વે કુદરતી વરસાદ પર આધારિત છે. તે એકલા અથવા પપૈયા અને અન્ય વૃક્ષો સાથે કરી શકાય છે. એક હેક્ટરમાં વાવણી માટે 12 થી 15 કંદની જરૂર પડે છે. આંતરખેડના પાકમાં બિયારણનું પ્રમાણ ઓછું હોય છે.
વાવણીની પદ્ધતિ
આદુની વાવણી કરતી વખતે એક હરોળતી બીજી હરોળ વચ્ચેનું અંતર 30 થી 40 સેમી અને છોડથી છોડનું અંતર 20 થી 25 સેમી રાખવું જોઈએ. આ ઉપરાંત ચારથી પાંચ સે.મી.ની ઉંડાઈએ વાવ્યા પછી મધ્યમ કંદને હલકી માટી અથવા ગાયના છાણના ખાતરથી ઢાંકી દેવા જોઈએ.
આટલો ખર્ચ થશે
આદુનો પાક લગભગ 8 થી 9 મહિનામાં તૈયાર થાય છે. આદુની સરેરાશ ઉપજ 150 થી 200 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. 1 એકરમાં 120 ક્વિન્ટલ આદુ ઉગાડવામાં આવે છે. એક હેક્ટરમાં આદુની ખેતીમાં પણ લગભગ 78 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
કેટલો નફો થશે?
જો નફાની વાત કરીએ તો એક હેક્ટરમાં આદુની ખેતીથી લગભગ 150 થી 200 ક્વિન્ટલ ઉત્પાદન થાય છે. બજારમાં આદુની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો સુધી છે, પરંતુ જો આપણે સરેરાશ 50 થી 60 રૂપિયા પણ ધારીએ તો એક હેક્ટરમાંથી તમને 25 લાખ રૂપિયાની કમાણી થશે. તમામ ખર્ચ દૂર કર્યા પછી પણ તમને 15 લાખ રૂપિયાનો ફાયદો થશે.