હાલ સોશીયલ મીડિયા પર મુખ્યમંત્રી બાળ સેવા યોજનાને લઈને સમાચાર વાઇરલ થયા છે કે આ યોજના બંધ કરી નાખવામાં આવી છે. તે અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોરોના કાળ દરમિયાન ગંભીર બીમારીથી માતા પિતા ગુમાવનાર નિરાધાર બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ આપવાનું કામ શરૂ રહેશે. વધુમાં તેને ઉમેર્યું કે આ યોજના બંધ કરવામાં આવી નથી.
શું હતા વાઇરલ સમાચાર: કોઈપણ પ્રકારની આવક મર્યાદા ન હોવાના કારણે આ યોજનાનો લાભ લેવા રાજ્યભરમાં ફોર્મ ભરવામાં આવે છે. જેથી આ યોજના હવે સ્થગિત કરી દેવામાં આવી છે. ફરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
મુખ્યમંત્રી એ આપ્યો જવાબ: આ યોજના બંધ કરવામાં નથી આવી. આ યોજના બે રીતે ચાલે છે.
(1) કોરોના મહામારી દરમિયાન બાળકના માતા પિતા બન્ને મૃત્યુ પામ્યા હોય તો તેવા બાળકોને દર મહિને 4,000 મળતા રહેશે.
(2) જે બાળકના માતા અથવા પિતા બે માંથી કોઈ એક મૃત્યુ પામ્યા છે તો તેને દર મહિને 2000 રૂપિયા મળતા રહેશે અને આ યોજના અંતર્ગત બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી સહાય આપવામાં આવશે.
30 માર્ચ 2020 થી 30 જૂન 2021 વચ્ચેના સમયગાળાને કોરોના ની બીજી લહેર ગણવામાં આવી છે. જેમાં કોઈપણ ગંભીર બિમારીથી મૃત્યું થયું હશે તો પણ મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે.