khissu

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે મુંબઇ ઇન્ડિયન ની આઠ વિકેટે આસાન જીત, પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચ્યું

Ipl 2020 માં અડધાથી પણ વધારે મેચો રમાઇ ચૂકી છે. અને પોઇન્ટ ટેબલ માં ટોપ નું સ્થાન પ્રાપ્ત કરવા માટે ઘણી ટીમો સંઘર્ષ કરી રહી છે. આજે રમાયેલી મેચ માં મુંબઇ ઇન્ડિયન એ કોલકાતા નાઇટ રાઇડર્સને 8 વિકેટે થી આસાન પરાજય આપ્યો હતો. મેચ શરૂઆતથી જ એકતરફી જોવા મળી હતી, આખી મેચ મુંબઈની ટીમે કોલકાતાને વાપસી કરવાની તક જ ન આપી. 

દિનેશ કાર્તિક નો કેપ્ટન્સી છોડવાના નિર્ણયના કારણે કોલકાતા એ મોર્ગન ને કેપ્ટન્સી સોંપી છે. ટૂર્નામેન્ટમાં પોતાના પહેલા ટોસ માટે આવેલા મોર્ગને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ મેચ નું પરિણામ કોલકાતાની વિરુદ્ધમાં ગયું હતું.

Ipl 2020 ના ટોપ વિકેટે ટેકર જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ એ કોલકાતાના ટોપ ઓર્ડર ને જામવા જ દીધો ન હતો. કોલકાતાની પાંચ વિકેટ 61 રન પર પડી ગઈ હતી. ત્યારબાદ કમિન્સ (53 રન) અને  મોર્ગન (39 રન) ની શાનદાર બેટિંગના લીધે કોલકાતા 20 ઓવરમાં 5 વિકેટના નુકશાન પર 148 રન બનાવવામાં સફળ રહ્યું હતું.

જવાબમાં, મુંબઈની ટીમે માત્ર 16.5 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ઓપનિંગ કરવા ઉતરેલા રોહિત શર્માએ અને ડિ કોકે આક્રમક શરૃઆત કરતા કોલકાતાને મેચમાં વાપસી કરવાનો મોકો આપ્યો ન હતો. રોહિત શર્માએ 35 અને ડિ કોકે 78 રન નો યોગદાન આપ્યું હતું. ડી કોક ને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

જીત સાથે જ મુંબઈની ટીમે દિલ્હીને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. મુંબઈના 8 મેચ મા 6 જીત સાથે કુલ 12 પોઇન્ટ છે. જ્યારે કોલકાતાનો અડધી ટુર્નામેન્ટ એ કેપ્ટન બદલવાનો નિર્ણય આ મેચમાં સફળ થયો હોય એવું લાગ્યું નહીં. કોલકાતાની ટીમ ચાર હાર અને ચાર જીત સાથે કુલ આઠ પોઇન્ટ લઈને પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે. 

હવે ipl 2020 તેના અંતિમ અને રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે. તમારા મત અનુસાર કઈ ચાર ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ કરશે. કોમેન્ટ કરીને જણાવો. હજુ સુધી કોઇ ટીમ ઓફિસીયલી playoff ની દોડમાંથી બહાર થઇ નથી.