khissu

હાથરસ દુષ્કર્મ કેસ માં પીડિતાના પરિવાર અને પોલીસ કર્મચારીઓને પણ નાર્કો ટેસ્ટ થશે / ગુજરાત માં અમદાવાદ તેમજ રાજકોટમાં પણ થયાં ઉગ્ર આંદોલન

ઉત્તરપ્રદેશમાં બનેલી ઘટના જે હાલમાં આખા દેશમાં ચર્ચામાં આવી રહી છે. એટલું જ નહિ ગુજરાતમાં રાજકોટ તેમજ અમદાવાદ માં પણ ઉગ્ર આંદોલનો જોવા મળ્યા. પીડિતાને ન્યાય મળે તે માટે લોકો રસ્તા પર ઉતર્યા હતા.જ્યારે  પીડિતાના કેસ ને ઉકેલવા માટે રચેલી SITને પીડિતાના પરિવાર પર શક છે કે પીડિતાના પરિવારને ખોટા નિવેદન દેવા કોઈ ઉકસાવી રહ્યું છે.

તો બીજી તરફ પીડિતાની ભાભી સાથે વાત થતાં તેણે ઘણા ખુલાસા કર્યા હતા. પીડિતાની ભાભીએ કહ્યું કે SITની ટીમ તેના ઘરે આવી હતી અને તેની સાથે પુછતાછ કરી હતી. તેના પરિવારે કહ્યું કે જિલ્લા DM એ તેની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. તેણે ખુલાસો કરતા કહ્યું કે DM એ કહ્યું કે "જો તમારી દીકરીની કોરોના થી મૃત્યુ થઈ હોત તો તમને લાશ મળી શકત ? " પીડિતાના પરિવારે કહ્યું કે SIT પણ મળેલી છે. તેને SIT ઉપર ભરોસો નથી. પીડિતાના પરિવારે કહ્યું કે જિલ્લા DM અને SP નો પણ નાર્કોટેસ્ટ થવો જોઈએ.

બંને બાજુ ના ખુલાસા બાદ યોગી સરકારે SIT નો પહેલો રિપોર્ટ મળ્યા બાદ જણાવ્યું કે આરોપીઓ ની સાથે પીડિતાના પરિવારના સદસ્યો અને કેસ ની તપાસ કરનાર બધા જ પોલીસ કર્મચારીઓનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે.

ઘટના એમ બની હતી કે ઉત્તર પ્રદેશના હાથરસ માં એક યુવતી તેની મા સાથે ખેતર ગઈ હતી તે ખેતરમાં ઘાસ કાપતી હતી એવામાં એક યુવક તેની સાથે જબરજસ્તી કરી અને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી. ઘાયલ યુવતીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને યુવતીના ભાઈએ પોલીસ સ્ટેશન જઈ FIR પણ લખાવી. યુવતીની ગંભીર હાલત જોઈને તેને AMU મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવી. AMU ની મેડિકલ રિપોર્ટમાં રેપ ની પુષ્ટી થઇ શકી નથી.

પોલીસે રાતોરાત યુવતીનું શબ કેમ સળગાવ્યું ?

પીડિતાની મા એ  કહ્યું કે તેણે છેલ્લા સમયે તેની દીકરી નું મોઢું નથી જોયું. પોલીસે તેની જાણ વગર જ રાતો રાત તો શબ સળગાવી દીધું. પીડિતાની ભાભીએ DM પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે તેમણે કહ્યું હતું કે "તમને ખબર છે પોસ્ટમોર્ટમ કર્યા પછી ડેડબોડી ની શું હાલત થાય છે, હથોડાથી મારીને બહાર કાઢવામાં આવે છે એવી લાશ તમે જોઇ શકત? ૧૦ દિવસ સુધી તમે ખાવાનું પણ ન ખાઈ શકત".

પીડિતાની ભાભીએ કહ્યું કે જે લોકો અહીં આવી રહ્યા છે એ રાજનીતિ માટે આવી રહ્યા છે. લોકો ઈચ્છે છે કે સરકાર પડી જાય તો બીજી સરકાર બનાવી લઈએ પરંતુ અમને રાજનીતિ સાથે કોઈ મતલબ નથી. અમને ન્યાય જોઈએ છે.