કહેવાય છે ને કે પાંચમ લખેલી હોય તો છઠ ન થાય. વિજય રૂપાણીનાં રાજીનામા બાદ હવે દરેક રાજકારણ પ્રેમીઓના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે? વિજય રૂપાણીએ cm પદ પરથી રાજીનામું આપ્યું ત્યારબાદ ન્યુઝ સામે આવ્યા છે કે તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દીધા છે. એટલે કે આખી રૂપાણી સરકારે જ રાજીનામુ ધરી દીધું છે.
મુખ્યમંત્રી બનવાની રેસમાં આ નામની ચર્ચાઓ: સોશીયલ મીડીયા, ન્યુઝ રીપોર્ટસ, રાજકારણ પ્રેમીઓ તમામ લોકો આ ચાર નામની ચર્ચાઓ વધુ કરી રહ્યા છે જેમાં સી. આર.પાટીલ, મનસુખ માંડવીયા, નીતિન પટેલ અને ગોરધન ઝડફિયા છે. જો કે પાટિલે પોતે રેસમાં હોવાનો ઈન્કાર કરી નાખ્યો છે. એવામાં લક્ષદ્વીપનાં વહીવટદાર પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં છે.
આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય નો બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભાગ લેવા માટે કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર પહોંચી ગયા છે. નરેન્દ્ર સિંહ ગૂજરાત પહોંચતા જ ન્યુઝ રીપોર્ટસ સાથે વાત કરતા કહ્યું છે ધારાસભ્ય માંથી જ કોઈ મુખ્યમંત્રી બનશે. વધુમાં તેને કહ્યું કે અમે અંહી વધુ ચર્ચા કરવા આવ્યા છીએ. આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હશે તે માટે અન્ય નેતાઓ સાથે ચર્ચા કરીશું.