Festive Season Offers- દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. સામાન્ય લોકોની સાથે દુકાનદારો અને કંપનીઓ પણ તહેવારોની સિઝનની રાહ જુએ છે. ભારતમાં તહેવારોની મોસમમાં લોકો ઘણી ખરીદી કરે છે. કંપનીઓ, શોપિંગ મોલ્સ અને દુકાનદારો પણ વધુ સામાન વેચવા માટે ઘણી ઓફરો લઈને આવે છે. આ દિવસોમાં પ્રોપર્ટી, વાહનો અને સોનાના દાગીનાની ઘણી ખરીદી થઈ રહી છે. ગ્રાહકોને રીઝવવા માટે કેટલીક મોટી જ્વેલરી બ્રાન્ડ્સ પણ આ નવરાત્રિમાં જોરદાર ઑફર્સ લઈને આવી છે.
આના કરતાં ધમાકેદાર યોજના બીજી કેવી હોય! થોડા મહિનામાં જ પૈસા ડબલ, દિવાળી પહેલા લાભ લઈ લો
જો તમે આ સમયે સોનું ખરીદો છો, તો તમને સારો નફો મળી શકે છે. આનું કારણ એ છે કે કેટલીક અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સ મેકિંગ ચાર્જિસ પર ડિસ્કાઉન્ટ, ત્રણમાં એક ફ્રી ‘Buy 3 Get 1 Free’ અને જ્વેલરી બદલવા પર ડિસ્કાઉન્ટ જેવી ઑફર્સ લઈને આવી છે. આનો લાભ લઈને તમે સારી એવી રકમ બચાવી શકો છો.
Cnbctv18ના રિપોર્ટ અનુસાર તનિષ્ક આ ફેસ્ટિવ સિઝનમાં ઘણી ઑફર્સ લઈને આવ્યું છે. તમે 15 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અને ઑફલાઈન ખરીદી કરીને આ ઑફર્સનો લાભ લઈ શકો છો. આ નવરાત્રિમાં તનિષ્ક ગોલ્ડ જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. તનિષ્ક ડાયમંડ જ્વેલરી પર પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જો તમે 12 નવેમ્બર સુધી ખરીદી કરો છો, તો તમને ડાયમંડ જ્વેલરીની કુલ કિંમત પર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અમેરિકન બેન્કે એક વાત કહી દીધી અને ભારતમાં સોનાએ આંધળી દોટ મૂકી, અચાનક ભાવ 61000 પહોંચી ગયો
તનિષ્ક ગોલ્ડ UCP જ્વેલરી અને બાય-મેટલ પ્લેન UCP પર 2% ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. સ્ટડેડ UCP જ્વેલરી અને બાય-મેટલ સ્ટડેડ UCPની ખરીદીની રકમ પર પણ 3% થી 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહકો સ્ટડેડ અને પ્લેટિનમ સોલિટેર જ્વેલરી પર 3 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
સેન્કો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે તાજેતરમાં 'ગોસિપ' કલેક્શન રજૂ કર્યું છે. કંપની આ કલેક્શન હેઠળ ઓફર કરવામાં આવતી જ્વેલરીની ઓનલાઈન ખરીદી પર ‘Buy 3 Get 1 Free’ ઓફર લઈને આવી છે. આ સિવાય કંપની સિલ્વર જ્વેલરી પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે.
મુકેશ અંબાણીએ શા માટે મનોજ મોદીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જાણો એકદમ અંદરની ખાનગી વાત
મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ પણ નવરાત્રી ઓફર સાથે આવી છે. આ બ્રાન્ડ માત્ર ઓનલાઈન ખરીદી પર નવરાત્રી ગોલ્ડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. હવે જો તમે 30,000 રૂપિયાના સોનાના આભૂષણો ખરીદો છો, તો તમને 916 શુદ્ધતાનો 100 મિલિગ્રામનો સોનાનો સિક્કો મફતમાં આપવામાં આવશે. તેવી જ રીતે, હવે તમને રત્ન અને પોલ્કી જ્વેલરીના મેકિંગ ચાર્જ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
દરેક માટે કામની વાત: હાલમાં ઉંચા વ્યાજદરથી રાહતની કોઈ જ આશા નથી, સમય જ કહેશે કે ક્યારે ઘટશે...
મલબાર ગોલ્ડ હવે ડાયમંડ જ્વેલરીની કિંમત પર 30 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ તમામ ઓફર્સનો લાભ 14મી ઓક્ટોબરથી 19મી નવેમ્બર સુધી માન્ય છે. સોનાના સિક્કા, સોલિટેર, ઘડિયાળો અને ગિફ્ટ કાર્ડ પર આ ઑફર નથી. ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન દરરોજ સોનું ઉછળતું હોય છે. ભારતીય બુલિયન માર્કેટમાં શુક્રવાર, 20 ઓક્ટોબર, 2023ના રોજ દસ ગ્રામ સોનું મોંઘુ થઈને રૂ. 61,650 થઈ ગયું હતું. એક કિલો ચાંદીના ભાવ પણ મજબૂત થયા અને તે રૂ. 74,700માં વેચાયા.