khissu

આજે લોન્ચ થશે Income Tax ની નવી વેબસાઈટ: જાણી લો Income Tax ની નવી વેબસાઈટના ખાસ ફીચર્સ

જો તમે ટેક્સ ભરો છો તો તમને જાણ હોવી જોઈએ કે 7 જૂનથી આવકવેરા વિભાગની નવી વેબસાઈટ આવવાની છે. જેને પહેલા કરતા વધુ સારી બનાવવામાં આવી છે. હાલનાં સમયે લોકો આવકવેરા વિભાગની વેબસાઈટ incometaxindiaefiling.gov.in નથી ખોલી શકતા, કારણ કે તેને બંધ કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ઇન્કમ ટેક્સ સબંધિત કેટલાક કામો માટે વેબસાઈટ 6 દિવસ બંધ કરી દીધી છે. એટલે કે વેબસાઈટ ને 1 જૂનથી 6 જૂન સુધી બંધ કરવામાં આવી છે.

7 જૂન થી આવશે નવી વેબસાઈટ:- આવકવેરા વિભાગ 7 જૂનના રોજ ઈ ફાઈલિંગ માટે પોર્ટલ www.incometax.gov.in લોન્ચ કરશે, એટલે કે 7 જૂનથી ઇન્કમ ટેક્સ ની ઈ ફાઈલિંગ વેબસાઈટ નું એડ્રેસ બદલાઈ જશે. આયકર વિભાગે જણાવ્યું હતું કે અમે 7મી જુનથી ઇ ફાઈલિંગ ની નવી વેબસાઈટ પર જવા માટે ખૂબ ઉત્સાહિત છીએ.

નવી વેબસાઈટ ક્યાં ક્યાં નવા ફીચર્સ હશે?
(1) નવી વેબસાઈટ વધુ યુઝર ફ્રેન્ડલી હશે. જેથી ITR ફાઇલ કરવામાં સરળતા રહેશે અને રિફંડ પણ ઝડપથી મળશે.

(2) તમામ ટ્રાન્જેક્શન અપલોડ અને પેન્ડિંગ એક્શન એક જ ડેશબોર્ડ પર દેખાશે. જેથી યુઝર તેની સમીક્ષા કરી શકે અને જરૂરિયાત મુજબ કાર્યવાહી કરી શકે. એટલે કે ITR ફાઇલ કરવી, તેને રિવ્યૂ કરવી અને કોઈપણ પગલું લેવાનું કામ સરળ બનશે.

(3) ITR કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને પરિસ્થિતિઓ માટે સોફ્ટવેર ફ્રીમાં ઉપલબ્ધ હશે. જેમાં કરદાતાઓને મદદ કરવાની સુવિધા પણ હશે અને પ્રિ ફાઈલિંગ નો વિકલ્પ પણ મળશે. જેથી ઓછામાં ઓછી ડેટા એન્ટ્રી કરવી પડે.

(4) ડેસ્કટોપ પોર્ટલ ની તમામ જરૂરી સુવિધાઓ મોબાઈલ એપમાં પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(5) નવા પોર્ટલ માં એક નવી ટેક્સ પેમેન્ટ સિસ્ટમ નાખવામાં આવી છે, જેમાં ચુકવણી નાં ઘણા વિકલ્પો હશે. જેમ કે નેટ બેન્કિંગ, UPI, RTGS, NEFT વગેરે..

કોરોના કાળમાં સરકારે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ વધારીને 31 જુલાઈ 2021 કરી છે. હવે તમે 30 સપ્ટેમ્બર 2021 સુધી નાણાકીય વર્ષ 2020-21ની ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકો છો.