khissu

કેન્દ્રીય કેબિનેટ દ્વારા પ્રસ્તાવને મંજુરી, મહિલાઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષથી ૨૧ વર્ષ થશે

પુરૂષોના સમાન સ્તરે મહિલાઓ માટે લગ્નની કાયદેસરની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરવાનો ઠરાવ પસાર કર્યો. કેબિનેટની મંજૂરી બાદ સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે. આ મંજૂરી કેન્દ્રના ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને ડિસેમ્બર 2020 માં સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસ 2020 ના સંબોધન દરમિયાન આ યોજનાની જાહેરાત કર્યાના એક વર્ષ કરતાં વધુ સમય પછી, કેન્દ્રીય કેબિનેટે બુધવારે મહિલાઓ માટે લગ્નની કાયદેસર ઉંમર પુરુષોની જેમ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. 

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટની મંજૂરી પછી, સરકાર બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006માં સુધારો રજૂ કરશે અને તેના પરિણામ સ્વરૂપે સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિંદુ લગ્ન અધિનિયમ, 1955માં સુધારો લાવશે.

બુધવારે આપવામાં આવેલી મંજૂરી ડિસેમ્બર 2020 માં જયા જેટલીની આગેવાની હેઠળની કેન્દ્રની ટાસ્ક ફોર્સ દ્વારા નીતિ આયોગને સબમિટ કરવામાં આવેલી ભલામણો પર આધારિત છે, જે ‘માતૃત્વની ઉંમર સંબંધિત બાબતો, MMR  (માતૃત્વ મૃત્યુ દર) ઘટાડવાની આવશ્યકતાઓ, પોષણમાં સુધારો અને સ્તર અને સંબંધિત મુદ્દા' ની સાથે સબંધિત બાબતોની ચકાસણી માટે કરવામાં આવ્યો હતો.

જેટલીએ કહ્યું: 'હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ભલામણ પાછળનો અમારો તર્ક ક્યારેય વસ્તી નિયંત્રણનો નહોતો. NFHS-5 (નેશનલ ફેમિલી હેલ્થ સર્વે) દ્વારા બહાર પાડવામાં આવેલ તાજેતરના ડેટાએ પહેલાથી જ દર્શાવ્યું છે કે કુલ પ્રજનન દર ઘટી રહ્યો છે અને વસ્તી નિયંત્રણમાં છે. આની પાછળનો વિચાર (સુઝાવ) મહિલા સશક્તિકરણનો છે.

સમતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ જેટલીએ જણાવ્યું હતું કે, ટાસ્ક ફોર્સની ભલામણ નિષ્ણાતો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી કરવામાં આવી હતી, ખાસ કરીને યુવાનો અને  વિશેષ કરીને યુવતીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આ નિર્ણયની તેમને સીધી અસર થાય છે.

હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 5 (iii) કન્યા માટે લઘુત્તમ વય 18 વર્ષ અને વર માટે 21 વર્ષ નક્કી કરે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અને પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મેરેજ એક્ટ, 2006માં અનુક્રમે મહિલાઓ અને પુરુષો માટે લગ્ન માટે સંમતિની લઘુત્તમ ઉંમર 18 અને 21 વર્ષ નક્કી કરે છે.