ભારતની ઐતિહાસિક જીત સાથે બન્યાં નવાં રેકોર્ડ

ભારતની ઐતિહાસિક જીત સાથે બન્યાં નવાં રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ ભારતે 10 વિકેટથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડના ઓપનારના પચાસ રન સિવાય ઇંગ્લેન્ડના એક પણ ખેલાડીએ 20 રન પણ બનાવી શક્યાં ન હતાં. ભારત તરફથી અક્ષર પટેલે 6 વિકેટ, રવિચંદ્ર અશ્વિને 3 વિકેટ અને એક વિકેટ ઇશાંત શર્માએ લીધી હતી. ભારતની ધારદાર બોલિંગ સામે ઇંગ્લેન્ડની ટીમ માત્ર 112 રન પર જ ઓલ આઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લેન્ડના 112 રનના જવાબમાં ભારતના ઓપનર રોહિત શર્માના 66 રન તથા વિરાટ કોહલીના 27 રનની મદદથી ભારત પ્રથમ ઇનીંગમાં 145 રન બનાવી 33 રનની લીડ હાસલ કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે પોતાના કરિયરની બેસ્ટ બોલિંગ સાથે પાંચ વિકેટ ઝડપી હતી. તેમજ જેક લીચે 4 વિકેટ અને જોફરા આર્ચરે 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની બીજી ઇનીંગમાં 81 રન પર પૂરી ટીમ ઓલ આઉટ થઇ ગઈ હતી. ભારત તરફથી અક્ષર પટેલે 5 વિકેટ, રવીચંદ્ર અશ્વિને 4 વિકેટ અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ પ્રાપ્ત કરી હતી.

ઇંગ્લેન્ડના 49 રનના લક્ષ્ય સામે ભારત તરફથી રોહિત શર્મા 25 અને શુભમન ગીલના 15 રન સાથે ભારતે 10 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ 4 ટેસ્ટ સીરીઝમાં ભારત હવે 2-1 થી આગળ થઈ ગયું છે.

રવિચંદ્ર અશ્વિનની ટેસ્ટમાં 400 વિકેટ

રવિચંદ્ર અશ્વિને આ સાથે જ પોતાના ટેસ્ટ કરિયરમાં 400 વિકેટ પ્રાપ્ત કરી હતી અને બીજી ઈનીંગમાં બેન સ્ટોકને આઉટ કરતાની સાથે જ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોકને 11 વખત આઉટ કર્યો હતો. જે અશ્વિન દ્વારા કોઈ પણ એક બેસ્ટમેનને ટેસ્ટમાં સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ બની ગયો છે.