khissu

1 November/ નવેમ્બરથી બદલાઈ જશે આ ૬ નિયમો: તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલાં જાણી લો...

ટુંક સમાયમાં દિવાળી મહિનો એટલે કે નવેમ્બર મહિનો દસ્તક આપવા જઈ રહ્યો છે. આ તહેવારનો મહિનો છે પણ તેની સાથે ઘણા ફેરફારો લાવી રહ્યો છે. આમાંના ઘણા ફેરફારો એવા છે જે સીધા તમારા ખિસ્સા પર અસર કરશે. સાથોસાથ અમુક નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે. તો શું છે ફેરફાર? ફટાફટ જાણી લઈએ.

(૧) 30 નવેમ્બર છેલ્લી તારીખ: પેન્શનર જીવિત હોવાના પુરાવા તરીકે જીવન પ્રમાણપત્ર અથવા જીવન પ્રમાન પત્ર રજૂ કરવાનો સમય 1 ઓક્ટોબર 2021 થી 30 નવેમ્બર 2021 સુધી પેન્શનરો જીવન પ્રમાણપત્રો રજૂ કરી શકશે. પેન્શનરો 1 થી 30 નવેમ્બર સુધી જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. જીવન પ્રમાણપત્ર એ પેન્શનરના અસ્તિત્વનો પુરાવો છે અને પેન્શન ચાલુ રાખવા માટે તે બેંક, પોસ્ટ ઓફિસ અથવા નાણાકીય સંસ્થામાં દર વર્ષે સબમિટ કરવાનું હોય છે જ્યાં પેન્શન લેવામાં આવે છે.

આ પણ વાંચો: બેંક ખાતાધારકો માટે મોટાં સમાચાર: બેંક ઓફ બરોડા, SBI અને ICICI બેંકના ગ્રાહકો માટે મહત્વના સમાચાર....

(૨) ભાવ બદલાશે: એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત દર મહિનાની પહેલી તારીખે અપડેટ કરવામાં આવે છે. ઓક્ટોબરની શરૂઆતમાં એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. સબસિડી વગરના અને બિન સબસિડીવાળા એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે જુલાઈથી 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં કુલ 90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

(૩) પીએમ કિસાન: ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જલ્દી જ આવવાનો છે ત્યારે આ દરમિયાન કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે PM કિસાન યોજનામાં નોંધણી માટે રાશન કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. નિયમ મુજબ રાશનકાર્ડમાં નોંધાયેલ પતિ, પત્ની અથવા તે પરિવારના કોઈ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે.  

આ પણ વાંચો: SBI ગ્રાહકો માટે મોટા સમાચાર! હવે ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા, જાણો નવા નિયમો

(૪) દીવાળી બોનસ: રાજ્ય સરકાર દ્વારા દિવાળીના તહેવારને ઘ્યાનમાં રાખીને રાશન કાર્ડ ધારકોને આવતી 1 નવેમ્બરથી ઘઉં, ચોખા, તુવેર દાળ અને કપાસિયા તેલનુ વિતરણ કરવામાં આવશે. આ વખતે રેશન કાર્ડ ધારકોને 1 કિલો વધારાની ખાંડ પણ આપવામાં આવશે. તેમજ બીપીએલ, અત્યોદય એ એનએફએસએના લાભાર્થીઓને 1 લીટર કપાસિયા તેલનું પાઉચ આપવામાં આવશે.

(૫) મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ: રાજ્યમાં આગામી 1લી નવેમ્બરથી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની શરૂઆત થવાની છે. તા.01/11/2021 (સોમવાર) થી તા.30/11/2021 (મંગળવાર) સુધીના સમયગાળા દરમિયાન મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ કરવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કે પછી બુથ લેવલ ઓફિસરોને હકક દાવાઓ રજુ કરી શકશે.

(૬) WhatsApp બંધ: 1 નવેમ્બરથી અમુક સ્માર્ટફોન પર Whats app કામ કરવાનું બંધ કરી દેશે. મેસેજીંગ એપની પેરેન્ટિંગ કંપની ફેસબુકે ગયા મહિને અમુક ડિવાઈસથી વોટ્સએપની સેવાઓને સમાપ્ત કરવાનું જાહેરાત કરી હતી. તેમાં સ્માર્ટફોન્સ પર સેવાઓને ખતમ કરવાનું કારણ એ છે કે વોટ્સએપ હવે એન્ડ્રોયડ અને આઈઓએસના જુના વર્ઝન્સનું સમર્થન નહીં કરે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે એપની સુરક્ષા અને યુઝર્સની પ્રાઈવસી બની રહે.

આ પણ વાંચો: સાવધાન: શું તમે પણ મોબાઈલથી દૂર નથી રહી શકતાં? તમને થઈ શકે છે Nomophobia નામની ગંભીર બીમારી

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા Khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી Khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.