9 & 11 નાં વર્ગો ચાલુ થશે, ટયુશન ક્લાસ પણ / શું 1 થી 8 નાં વિધાર્થીઓ ને સ્કૂલે કે ટયુશને મોકલવાં?

આજે 27 જાન્યુઆરી નાં રોજ ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની આગેવાની માં મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ ૯ અને  ૧૧ના વર્ગો શરુ કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે .


૧) ધોરણ 9 અને 11 માટે શાળા ખુલશે.

૨) 1 ફેબ્રુઆરી થી શિક્ષણ કાર્ય ચાલુ 

૩) ટયુશન ક્લાસ માટે પણ અનુમતિ 

૪) માત્ર ધોરણ 9 થી 12 નાં ટયુશન ક્લાસને જ અનુમતિ મળશે 


ગુજરાત ના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ બેઠકમાં જણાવ્યું હતું કે 1 ફેબુ્રઆરી થી ધોરણ ૯ અને ૧૧ ના વર્ગો શરૂ કરવામાં આવશે. સાથે ટ્યુશન ક્લાસ ખોલવા માટેની પણ અનુમતિ આપવામાં આવી છે. આ પહેલાં ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો ચાલુ કર્યા છે હવે ધોરણ ૯ અને ૧૧ ના વર્ગો " ૧ ફેબ્રુઆરી" થી ચાલુ કરવામાં આવશે.


કોરોના ના તમામ સૂચનો અને ઠરાવો ને ધ્યાન માં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના ની મહામારી માં પહેલા શિક્ષણકાર્ય બધું ઓનલાઇન હતું પરતું હવે આ કાર્ય ઓફ્લાઈન ચાલુ થશે.


તબીબી સારવાર ના વરિષ્ઠ ડૉ. એમ. એમ પ્રભાકરે જણાવ્યું હતું કે સરકાર નો આ નિર્ણય યોગ્ય છે. પહેલા ધોરણ ૧૦ અને ૧૨ ના વર્ગો નું શૈક્ષણિક કાર્ય સફળતાપૂર્વક ચાલુ થયું છે. જે બાદ હવે માધ્યમિક સ્કૂલો શરૂ થશે, જેથી વાલીઓએ બાળકોને ગભરાયા વગર સ્કૂલે મોકલવા જોઈએ.


કોરોના ની સ્થિતિ હળવી થતા જ વાલીઓ પોતાના બાળકોને સંમતિ પત્રક સાથે સ્કૂલે મૂકી રહ્યા છે અને બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા માં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.


શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 - 12 નાં વર્ગો ચાલુ કરવા માટેની જ અનુમતિ આપવામાં આવી છે જેથી 1 થી 8 ધોરણના વર્ગો ચાલુ નહીં થાય અને 1 થી 8 સુધીનાં ટ્યુશન ક્લાસિક પણ ચાલુ નહીં થાય, જેથી નાની ઉંમરના બાળકો ને સ્કૂલે કે ટયુશન માં ન મોકલવાં વિનંતી.