khissu

કોરોના મહામારી ને પછાડ દેતાં ગરબા રસિકો માટે આવ્યા રાહતના સમાચાર

દેશમાં જ્યારે ખતરો ટળ્યો નથી અને ગુજરાતમાં પણ કોરોનાનું સંકટ ટળ્યું નથી એવામાં યુવા વર્ગ નવરાત્રિમાં ગરબા ને લઈને વ્યતિત જોવા મળે છે. જ્યારથી કોરોનાની મહામારી આવી છે ત્યારથી ઘણા બધા તહેવારો અને ઉત્સવો પર રોક લગાવી દેવામાં આવ્યા છે. તેવામાં નવરાત્રિના ઉત્સવને લઇને યુવા વર્ગ ઘણો આતુર જોવા મળી રહ્યો છે.

તો બીજી બાજુ ગુજરાતના ડોક્ટરો કોરોના મહામારી ને ધ્યાને લઇને સરકારને નવરાત્રી ની પરમિશન ન આપવા માટે વિનંતી કરી રહ્યા છે. તદુપરાંત અમુક લોકો નું પણ માનવું છે કે પરિસ્થિતિને ધ્યાને લઈ નવરાત્રીનું આયોજન ન કરવું જોઈએ કેમકે નવરાત્રી ને કારણે જો સંક્રમણ વધશે તો જવાબદાર કોણ ગણાશે ?

પરંતુ ડેપ્યુટી CM નીતિન પટેલે સરકારની અનલૉક 5 ની ગાઈડલાઈન મુજબ જણાવ્યું કે "હાલ સરકાર શેરી ગરબા અંગે વિચારણા કરી રહી છે અને ૨૦૦ લોકોની શરત સાથે ગરબા ની મંજૂરી આપવામાં આવે તેવી વિચારણા કરી રહી છે". જોકે પાર્ટીપ્લોટમાં થતા ગરબાના મોટા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવશે.