આજથી અમદાબાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કર્ફ્યુ.

આજથી અમદાબાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ રાત્રિ કર્ફ્યુ.

ગુજરાતમા આજે (20 નવેમ્બર) 2 મહિના પછી રેકોર્ડ બ્રેક કોરોના કેસ જોવા મળ્યા છે - 1420 નવાં કેસ નોંધાયા છે. વધતાં કેસને લઈને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઈ પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રી કરફ્યુ લગાડવામાં આવ્યું છે. 

રાત્રિ દરમિયાન 9 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહશે,જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આ કર્ફ્યુ લાગુ રેહશે.

ગુજરાત માં સંપૂર્ણ લોક ડાઉન કરવામાં નહીં આવે: ગુજરાત નાં CM

આજથી શું શું બંધ રહશે? 

  • કોરોના સંક્રમણ વધતાં મહુડી તીર્થસ્થાન અને કાલાવડ રોડ પર આવેલ BAPS મંદિર બંધ કરવામાં આવ્યું છે જે 10 દિવસ બંધ રહેશે.
  • અમદાબાદ નું અક્ષરધામ મંદિર પણ 21 થી 23 સુધી બંધ રહેશે.
  • આજથી 23 સુધી ST બસ સુવિધા ahemdavad માં બંધ કરવામાં આવી છે સાથે AMTS બસ સેવા પણ 2 દિવસ બંધ રહેશે.
  • ગુજરામાં શાળા ખોલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
  • GPSC દ્વારા લેવાતી 17 પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષા 22,24,26 અને 28 નાં રોજ હતી, હવે ફરી નવી તારીખ જાહેર કરવામાં આવશે.