khissu

આજના 7 મોટા સમાચાર: બાઈક ચાલકો નવો નિયમ, સુરત જાહેરનામું, બાલમંદિર શરૂ, રાત્રિ કરફ્યૂ વગેરે

બાઈક સવાર માટે નવા નિયમો: માર્ગ અને પરિવહન મંત્રાલય 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાઈક પર લઈ જવા નવા નિયમો જાહેર કર્યા છે. આ અંતર્ગત બાઈક પર 4 વર્ષથી મોટી ઉંમરના બાળક માટે હેલ્મેટ ફરજિયાત રહેશે. જો 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકને બાઈક પર લઈ જવામાં આવે તો બાઈકની સ્પીડ 40 કિલોમીટર હોવી જોઈએ. 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેમને બાઈક સવાર સાથે જોડવા સેફ્ટી બેલ્ટ અથવા હાર્નેસનો ઉપયોગ કરાશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સમય ફેરફાર: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલા લેઝર શો સાથે સંધ્યા આરતીનો લાભ દરેક લોકો લઇ શકે તે હેતુસર આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. નર્મદાની મહાઆરતી 7 વાગ્યાને બદલે હવે 8 વાગ્યે યોજાશે. તો પ્રોજેક્ટ મેપિંગ શો સાંજે 6:30 વાગ્યાને બદલે 7 વાએ શરૂ થશે. પ્રવાસીઓ બંને કાર્યક્રમો માણી શકે તે માટે નિર્ણય લેવાયો છે.

આજે ગાઈડલાઈન જાહેર કરશે: દેશમાં કોરોના કેસમાં ઘટાડો થયો છે. રાજ્ય સરકાર આજે અથવા કાલે નવી ગાઇડલાઇન જાહેર કરશે. જેમાં લગ્ન સહિતના સામાજિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમોમાં લોકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. હોટેલ રેસ્ટોરાંમાં 100% છૂટ મળશે. બસોમાં પેસેન્જરોની 75 ટકાની મર્યાદા દૂર કરાશે પણ રાત્રિ કરફ્યુ ઉઠાવી લેવાય તેવી શક્યતા નથી. રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર કરી શકે છે. પરંતુ હાલ રાત્રિ કરફ્યૂ હટાવવામાં નહીં આવે.

સુરત પોલીસનું જાહેરનામું: સુરતમાં ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ બાદ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસ બહાર કામ વિના પુરુષોને બેસવા પર મનાઈ છે. પોલીસ સ્ટેશનમાં PI દિકરીઓ માટે સ્પેશિયલ સમય ફાળવશે. તો કોફી શોપ, હોટલ અને કાફેમાં કપલ બોક્ષ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને હોટલોમાં CCTV ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. આ જાહેરનામું 17 એપ્રિલ સુધી લાગુ રહેશે.

બાલમંદિર અને પ્રિ-સ્કૂલ શરૂ: આજથી બાળમંદિર અને આંગણવાડીના ઓફલાઇન વર્ગો શરૂ થઈ ગયા છે. બે વર્ષ બાદ ફરીથી પ્રિ-સ્કૂલ ખોલવા સરકારે મંજૂરી આપી છે. ત્યારે આજથી ફરી બાળકોની કિલકારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે કોરોના SOPનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોને ઓફલાઇન વર્ગ માટે વાલીઓની સંમતિ પણ જરૂરી છે.

ગુજરાત સરકાર મોટો નિર્ણય: ગુજરાત સરકારે કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય લીધો છે. ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં મહેસૂલી કામમાં એફિડેવિટ કઢાવવાથી મુક્તિ આપવાનો મોટો નિર્ણય લીધો છે. હવેથી તમારે એફિડેવિટ કરાવવાની જરૂર નહીં પડે. તમારા ડોક્યુમેન્ટમાં સેલ્ફ ડિક્લેરેશન એટલે કે જાતે સહી કરી લેશો તો પણ ડોક્યુમેન્ટ માન્ય ગણવામાં આવશે.

સાયન્સ સિટીના ટિકિટમાં ઘટાડો: અમદાવાદમાં મંગળવારથી સાયન્સ સીટીની ટિકિટના દર ઘટાડ્યા છે. જેથી મુલાકાતીઓને રાહત થઇ છે. નવી ઓફર મુજબ મુલાકાતથઓ હવે 499 રૂપિયામાં સાયન્સ સીટીની મુલાકાત લઈ શકશે. મંગળવારથી શુક્રવાર સુધી 499 રૂપિયામાં મુલાકાતીઓ ફાયદો લઈ શકશે. જેમાં એકવેટિક ગેલેરી તેમજ 5D થિયેટરનો સમાવેશ થાય છે. અગાઉ તંત્ર દ્વારા 900 રૂપિયા લેવામાં આવતા હતા.