દિવાળીના તહેવારોમાં લોકો બહાર ફરવા વધારે નીકળે છે અને ખરીદી કરવા પણ, ત્યારે નાગરિકો માટે શહેરી કમિશ્નર નાં આદેશ મુજબ ટ્રાફિક પોલીસનો મહત્વનો નિર્ણય.
નિર્ણય અંતર્ગત તહેવારનાં 5 દિવસ સુધી પોલીસ દંડ નહીં ઉઘરાવે એટલે કે મેમો નહીં ફાડે.
જો લોકોએ માસ્ક નાં પહેર્યું હોય, હેલ્મેટ નાં પહેર્યું હોય, લાઇસન્સ નાં હોય , puc ન હોય અથવા ટ્રાફિકના બીજા કોઈપણ નિયમનો ભંગ કરતા હશે તો એમની પાસેથી દંડ વસુલવામાં નહીં આવે.
માસ્ક વગરના નાગરિકો પાસેથી નહીં ઉઘરાવે દંડ, માસ્ક વગરના લોકોને દંડ ઉધરાવવાને બદલે આપશે માસ્ક આપશે.
લોકોમાં જાગૃતિ આવે તે માટે આ અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે અને જે વ્યક્તિ ટ્રાફીક નિયમો નોં ભંગ કરશે તેમને ગુલાબ આપી સમજણ આપવામાં આવશે.
આ પ્રયોગ અમદાવાદ ટ્રાફિક પોલિસ દ્વારા અમદાબાદ માં શરૂ કરવામાં આવ્યો છે,અને દિવાળી ના તહેવારોમાં એટલે આગમી 5 દિવસ લાગુ રહશે.