SBI માં ખાતું ખોલાવવા હવે બેંકે જવાની જરૂર નથી: YONO App દ્વારા ઘરે બેઠાં ખાતું ખોલી શકાશે, જાણો ખાતુ ખોલવાની સંપુર્ણ પ્રોસેસ

SBI માં ખાતું ખોલાવવા હવે બેંકે જવાની જરૂર નથી: YONO App દ્વારા ઘરે બેઠાં ખાતું ખોલી શકાશે, જાણો ખાતુ ખોલવાની સંપુર્ણ પ્રોસેસ

દેશના સૌથી મોટી બેંક શાખા એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India - SBI) એ તેની મોબાઈલ એપ્લિકેશન- યોનો (YONO) પર વીડિયો કેવાયસી (KYC- Know Your Customer) આધારિત ખાતું (એકાઉન્ટ) ખોલવાની સુવિધા શરૂ કરી છે. જેથી કરીને તમે બેંકમાં ગયા વિના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતું ખોલવી શકશો.

 જો તમારે એસબીઆઈ (SBI) બેંકમાં ખાતું ખોલાવવું છે તો તેના માટે બેંક દ્વારા સારી સુવિધા પૂરી પાડવામાં આવી છે. આ સુવિધા નો ઉપયોગ કરવા માટે ફકત યોનો એપ (YONO App) ડાઉનલોડ કરવી પડશે. તમે નીચેની પ્રક્રિયાથી જાતે પોતાનું સેવિગ એકાઉન્ટ (બચત ખાતું) ખોલી શકશો.

૧) સૌપ્રથમ મોબાઈલમાં યોનો એપ ડાઉનલોડ કરવી પડશે.
૨) ત્યાર બાદ New to SBI ઉપર ક્લિક કરવાનું રહેશે.
૩) ત્યાર પછી Insta Plus Savings Account ઓપ્શન પસંદ કરવાનું રેહશે. 
૪) જેમાં તમારે પોતાના આધાર કાર્ડની માહિતી નાખવી પડશે. 
૫) આ પ્રોસેસ પૂરી કર્યા બાદ આધારકાર્ડ વેરીફીકેશન કરવું પડશે.
૬) ત્યારબાદ પોતાની વ્યક્તિગત માહિતી આપવી પડશે. કેવાયસી (KYC) ની પ્રક્રિયા પૂરી કરવા માટે વીડિયો કોલ શેડ્યુલ કરવું પડશે. વીડિયો કેવાયસી (Video KYC) કર્યા બાદ તમારું બેંક ખાતુ ખુલી જશે.

એસબીઆઈ ના અધ્યક્ષ દિનેશ ખારા એ જણાવ્યું હતું કે "બેંકમાં ઓનલાઇન બચત ખાતુ ખુલશે તેવી જાહેરાત કરવાથી અમે લોકો ખૂબ ખુશ છીએ. વર્તમાન પરિસ્થિતિ જોતા ગ્રાહકની સલામતી અને નાણાકીય સુરક્ષા જળવાય રહે તે ખૂબ જ જરૂરી છે." નવેમ્બર 2017 માં યોનો લોંચ થયા બાદ 80 મિલિયન ડાઉનલોડ અને 37 મિલિયન થી વધુ ગ્રાહકો એ યોનો એપ નો સ્વીકાર કર્યો છે. એસબીઆઈ એ યોનો પ્લેટફોર્મ ઉપર 20 કેટેગરીમાં 100 થી વધારે ઈ કોમર્સ સાઈટ સાથે ભાગીદારી કરી છે. આ પ્લેટફોર્મ ઉપર એગ્રિકલ્ચર, યોનો કેશ અને પીએપીએલ ઉમેરેલા છે. 

યોનો ને 7.4 કરોડ ડાઉનલોડ નો આંકડો વટાવ્યો :- ઈન્ટરનેટ બેંકિંગ નો ઉપયોગ કરનાર ગ્રાહકોની સંખ્યા 85 મિલિયન યોનોએ 7.4 કરોડ ડાઉનલોડ નો આંકડો પાર કર્યો છે. જેમાંથી 3.45 કરોડથી વધુ ગ્રાહકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રતિદીવસે 90 લાખ લોકો લોગીન કરે છે. યોનો એ આંતરરાષ્ટ્રિય બજારોમાં પણ પોતાનો દબદબો બનાવી રાખ્યો છે. એસબીઆઈ ના ફેસબુક અને ટ્વીટરમાં દુનિયાભરની તમામ બેંકો કરતા સૌથી વધુ ફોલોવર છે.

આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.