BIG NEWS: હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરવુ પડે ટ્રાન્સફર

BIG NEWS: હવે નોકરી બદલવા પર PF એકાઉન્ટ નહીં કરવુ પડે ટ્રાન્સફર

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બોર્ડ મીટિંગમાં શનિવારે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાની કેન્દ્રીયકૃત IT સિસ્ટમને મંજૂરી આપવામાં આવશે. આનો અર્થ એ છે કે જો કોઈ કર્મચારી નોકરી બદલે છે અથવા એક કંપનીમાંથી બીજી કંપનીમાં જોડાય છે, તો પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આ કામ આપોઆપ થઈ જશે.
 

પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની ઝંઝટ પૂરી
સેન્ટ્રલાઈઝ સિસ્ટમની મદદથી કર્મચારીના ખાતાને મર્જ કરવામાં આવશે. અત્યાર સુધી આ નિયમ છે કે જ્યારે કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે, તો તે કાં તો પીએફના પૈસા ઉપાડી લે છે અથવા બીજી કંપનીમાં ટ્રાન્સફર કરે છે. અત્યાર સુધી એકાઉન્ટ ટ્રાન્સફર કરવાનું આ કામ જાતે જ કરવાનું હતુ. કેન્દ્રીયકૃત સિસ્ટમ પીએફ ખાતા ધારકોના જુદા જુદા ખાતાઓને મર્જ કરીને એક ખાતું બનાવશે.
 

EPFOની બેઠકમાં મોટો નિર્ણય
આ સિવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ મીટિંગમાં નિર્ણય લીધો હતો કે EPFOની વાર્ષિક થાપણોના 5 ટકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ઈન્વીઆઈટી સહિત વૈકલ્પિક રોકાણોમાં રોકાણ કરવામાં આવશે. શનિવારે યોજાનારી બેઠકની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કારણ કે તેમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો નક્કી થવાની હતી. લઘુત્તમ પેન્શનની રકમ અને પીએફના વ્યાજ દરમાં વધારો કરવાની પણ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન વૈકલ્પિક ભંડોળમાં રોકાણ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. EPAFના સેન્ટ્રલ બોર્ડે તેની મંજૂરી આપી દીધી છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુનિલ ભરતવાલે જણાવ્યું હતું કે, બોર્ડે આગળ વધવા માટે (વૈકલ્પિક ફંડમાં રોકાણ) માટે લીલી ઝંડી આપી દીધી છે. હાલમાં, ધ્યાન માત્ર સરકાર સમર્થિત વૈકલ્પિક ભંડોળ પર રહેશે. આમાં જાહેર ક્ષેત્રના ભંડોળ જેમ કે InvITsનો સમાવેશ થાય છે. આનાથી EPFOના રોકાણમાં વૈવિધ્ય આવશે.