khissu

નોકરિયાતો માટે ખુશીના સમાચાર: આ વખતે પીએફમાં આવશે વધુ પૈસા, EPFO એ આપી જાણકારી

6 કરોડથી વધુ નોકરી ધરાવતા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. EPFO નાં 6 કરોડ કરતાં વધુ ખાતાધારકો લાંબા સમયથી આશામાં હતા કે જુલાઈના અંત સુધીમાં ખાતામાં PF નાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. પરંતુ 31 જુલાઈ સુધી (EPFO) employees provident fund Pronunciation એ પૈસા જમાં કર્યા નથી. જો કે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ મહિનાનાં અંત સુધીમાં PF ખાતા ધારકોને રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

જાણો EPFO એ શું કહ્યું :- ટ્વીટર પર એક એકાઉન્ટ હોલ્ડરે EPFO ને ટેગ કરીને સવાલ પૂછ્યો હતો કે EPFO વતી વ્યાજની રકમ ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે ? આ અંગે EPFO એ ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર જવાબ આપ્યો છે કે જ્યારે પણ ખાતામાં વ્યાજ જમાં થશે ત્યારે તેને એકસાથે જમાં કરવામાં આવશે અને સંપુર્ણ રકમ આપવામાં આવશે. વ્યાજને કારણે કોઈ નુકસાન નહિ થાય. જોકે EPFO એ કહ્યું નથી કે વ્યાજના પૈસા ક્યારે PF ખાતાંમાં ટ્રાન્સફર કરશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020-21 માટે 8.5% વ્યાજ મંજૂર થયું છે.

આ રીતે PF નુ બેલેન્સ તપાસો:- જો તમારો UAN નંબર EPFO સાથે રજીસ્ટર છે તો તમારા PF બેલેન્સ વિશેની માહિતી મેસેજ દ્વારા પ્રાપ્ત કરી શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO લખીને મોકલવું પડશે. જેથી તમારી PF માહિતી મેસેજ દ્વારા મળી જશે. આ સીવાય તમારે તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પરથી 011-22901406  પર મિસકોલ આપવો પડશે. જે પછી EPFO નાં મેસેજ દ્વારા PF ની વિગતો મળી જશે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.