khissu

હવે મિસકોલ કરવાથી મળશે સિલીન્ડર અને 1 સેકન્ડમાં બુક થઈ જશે, જાણો પ્રોસેસ

હવે તમારે નવું એલપીજી કનેક્શન લેવા માટે ઓફિસ નહીં જવું પડશે. એક સમય હતો જ્યારે લોકોને એલપીજી કનેક્શન મેળવવા માટે મહિનાઓ સુધી રાહ જોવી પડતી હતી અને આ કામ સરળતાથી થતું ન હતું. પરંતુ હવે તમારે એલપીજી કનેક્શન માટે માત્ર એક મિસ્ડ કોલ આપવો પડશે. આ પછી તમને સરળતાથી એલપીજીનું કનેક્શન મળી જશે.

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) એ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે હવે ગ્રાહકો મિસ્ડ કોલ કરીને પણ ગેસ કનેક્શન મેળવી શકશે.

મિસકોલ કરવો પડશે
IOCL દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે કનેક્શન માટે ગ્રાહકોએ 8454955555 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને કંપનીના કર્મચારીઓ તેમનો સંપર્ક કરશે.  આ પછી તમને એડ્રેસ પ્રૂફ અને આધાર દ્વારા ગેસ કનેક્શન મળશે. તમને જણાવી દઈએ કે આ નંબર દ્વારા ગેસ રિફિલ પણ કરી શકાય છે. આ માટે તમારે ફક્ત રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી કોલ કરવાનો રહેશે.

જૂના કનેક્શન સરનામાના પુરાવા તરીકે ગણવામાં આવશે
જો તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ પાસે ગેસ કનેક્શન છે અને સરનામું એક જ છે, તો પણ તમે ગેસ કનેક્શન લઈ શકો છો. જો કે, આ માટે તમારે એકવાર ગેસ એજન્સી પર જવું પડશે અને જૂના ગેસ કનેક્શન સાથે સંબંધિત દસ્તાવેજો બતાવીને તેનું વેરિફિકેશન કરાવવું પડશે. તે પછી જ તમને તે સરનામે ગેસ કનેક્શન મળશે.

આ રીતે LPG સિલિન્ડર બુક કરો
1. તમારા રજિસ્ટર્ડ નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ આપો.
2. LPG સિલિન્ડરને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા પણ રિફિલ કરી શકાય છે.
3. બુકિંગ ઈન્ડિયન ઓઈલની એપ અથવા https://cx.indianoil.in દ્વારા પણ કરવામાં આવે છે.
4. ગ્રાહકો 7588888824 પર વોટ્સએપ મેસેજ દ્વારા સિલિન્ડર ભરીને મેળવી શકે છે.
5. આ સિવાય 7718955555 પર SMS અથવા IVRS દ્વારા પણ બુકિંગ કરાવી શકાય છે.
6. Amazon અને Paytm દ્વારા પણ સિલિન્ડર ભરી શકાય છે.