ફરી એકવાર લોકોની મદદે આવ્યું રેલવે, હવે સ્ટેશન પર બની જશે પાન અને આધારકાર્ડ

ફરી એકવાર લોકોની મદદે આવ્યું રેલવે, હવે સ્ટેશન પર બની જશે પાન અને આધારકાર્ડ

ભારતીય રેલ્વની પ્રશંશા જેટલી કરીએ તેટલી ઓછી છે. કોઈપણ મુશ્કેલ સમયમાં હર હંમેશ તે દેશના લોકોની સેવામાં હાજર રહે છે. કોરોનાકાળ હોય કે પછી મહારાષ્ટ્રના સુકા વિસ્તારમાં પાણી પહોંચાડવાની વાત હોય કે પછી માલ સામાનની હેરફેર કરવાની હોય તેનો કોઈ જવાબ નથી. એતો આપણે જાણીએ જ છીએ કે ભારતીય રલવે સમયાંતરે મુસાફરોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે. હવે આ કડીમાં રેલવે સ્ટેશનો પર એક નવી સુવિધા શરૂ થવા જઈ રહી છે. મુસાફરો હવે સ્ટેશનો પર પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવી શકશે.

200 સ્ટેશનો પર આ સુવિધા શરૂ કરવામાં આવી
આ સુવિધા માટે સ્ટેશન પર કિયોસ્ક લગાવવામાં આવી રહ્યા છે. તેમનું નામ 'રેલવાયર સાથી કિયોસ્ક' આપવામાં આવ્યું છે. હાલમાં આ સુવિધા 200 રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ હશે. આવી સ્થિતિમાં, જો મુસાફરો ટ્રેનની રાહ જોતા હોય અથવા કોઈના આવવાની રાહ જોઈ રહ્યા હોય, તો તેઓ આ કિયોસ્ક પર જઈને આધાર અથવા પાન કાર્ડ બનાવી શકે છે.

આ સેવા પણ મળશે
એટલું જ નહીં, મુસાફરોને આ સ્ટેશનો પર તેમના ફોન રિચાર્જ કરવાની અને વીજળીનું બિલ ભરવાની સુવિધા પણ મળશે. હાલમાં ઉત્તર પૂર્વ રેલવેના 2 સ્ટેશનો પર આ સુવિધા શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ, આ સુવિધા ટૂંક સમયમાં અન્ય સ્ટેશનો પર ઉપલબ્ધ થવાનું શરૂ થશે.

સ્ટેશનોની પસંદગી કરવામાં આવી રહી છે
રેલટેલ દ્વારા દેશભરના 200 રેલવે સ્ટેશનો પર કોમન સર્વિસ સેન્ટર કિયોસ્ક સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં વારાણસી શહેર અને પ્રયાગરાજ રામબાગ ખાતે કિયોસ્ક લગાવવામાં આવ્યા છે. બીજા તબક્કામાં અન્ય મોટા સ્ટેશનો પર આ સુવિધા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે સ્ટેશનોની પસંદગી કરવામાં આવી રહી છે.

અન્ય સુવિધાઓ પણ મળશે
આ કિયોસ્ક પર ટેક્સ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ હશે. આ સાથે જ ટ્રેન, ફ્લાઈટ અને બસની ટિકિટ પણ બુક કરાવી શકાશે. સાથે જ અહીં બેંકિંગ, ઈન્સ્યોરન્સ અને અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે.

CSC પર નાના સરકારી કામો થશે
તમને જણાવી દઈએ કે સરકારે સ્થાનિક સ્તરે નાના સરકારી કામોનું સમાધાન કરવા માટે કોમન સર્વિસ સેન્ટર (CSC) ખોલવાનું શરૂ કર્યું છે. આ માટે સરકાર પાસેથી લાઇસન્સ લેવું પડશે. આ સ્થળોએ વીજળીનું બિલ, ફોન બિલ, ફોન રિચાર્જ, વીમો, આધાર અને પાન કાર્ડ બનાવવાનું કામ કરવામાં આવે છે.