જરૂર જાણો/ હવે તમે પાનકાર્ડ, પાસપોર્ટ માટે રેશનની દુકાનેથી અરજી કરી શકશો, મળશે બીજા પણ લાભો...

જરૂર જાણો/ હવે તમે પાનકાર્ડ, પાસપોર્ટ માટે રેશનની દુકાનેથી અરજી કરી શકશો, મળશે બીજા પણ લાભો...

કેન્દ્ર સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તમે પાન કાર્ડ, પાસપોર્ટ માટે તમારા પડોશના રેશનની દુકાનેથી અરજી કરી શકશો. એટલું જ નહીં, તમે આવી દુકાનો પર લાઈટ બીલ, પાણી અને અન્ય બિલ પણ ચૂકવી શકશો.

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે રાશનની દુકાનોની આવક વધારવા માટે CSC ઇ-ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડની રચના કરી છે. આ અંતર્ગત ગ્રાહકો સંબંધિત વધારાની સુવિધાઓ જેમ કે પાન, પાસપોર્ટ, લાઈટ બીલ પાણી અને અન્ય બિલ પણ તમે (ration shop) રેશનની દુકાનેથી કરી શકશો.

ગ્રાહકોને આ ફાયદાઓ થશે: મંત્રાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાશનની દુકાનોને CSC સેવા કેન્દ્રો તરીકે વિકસાવવામાં આવશે. આવા CSC કેન્દ્રોને તેમની સુવિધા મુજબ વધારાની સેવાઓ પસંદ કરવાનું કહેવામાં આવશે. જેમાં બિલ ચુકવણી, પાન અરજી, પાસપોર્ટ અરજી, ચૂંટણી પંચ સંબંધિત સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે. આ સેવાઓ ગ્રાહકને નજીકની રેશનની દુકાન પર ઉપલબ્ધ થશે અને બીજી બાજુ આ દુકાનોને વધારાની આવકનો સ્ત્રોત પણ મળશે.

ઉપરાંત, ગ્રાહકો માટે સરળતા અને સુવિધાઓ સુધારવા માટે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પૂરી પાડવામાં આવતી રેશન કાર્ડ સેવાઓ જેમ કે નવા કાર્ડ માટે અરજી કરવી,  રેશન કાર્ડને અપડેટ કરવું, આધાર કાર્ડ સાથે લિંક કરવું, રેશન કાર્ડ સબંધિત તપાસ અને ફરિયાદ જેવી રેશન સેવાઓ વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં CSC દ્વારા વધારાના ઓપ્શન તરીકે આપવામાં આવશે.