Breaking News: હવે PUC વગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ નહીં મળે, કોર્પોરેશનનો નવો નિયમ

Breaking News: હવે PUC વગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ નહીં મળે, કોર્પોરેશનનો નવો નિયમ

જો તમે દિલ્હીમાં રહો છો અથવા તો તમારા કોઈ સંબંધી દિલ્હીમાં રહે છે તો આ ન્યુઝ તમારા માટે છે. કારણ કે 25 ઓકટોબરથી પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ એટલે કે PUC વગર દિલ્હીના પંપ પર પેટ્રોલ કે ડીઝલ મળશે નહિ. હાલ જ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ નિયમ જાહેર કર્યો છે. મંત્રી ગોપાલ રાયે કહ્યું છે કે દિલ્હીના લોકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રદૂષણનો સામનો કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. પરિણામ એ છે કે દિલ્હીના વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર સુધારો થયો છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં પીએમ 10નું સ્તર 18.6% સુધર્યું છે.

આ પણ વાંચો: હવે મોબાઇલમાં ઇન્ટરનેટ વગર જોઇ શકશો મૂવીઝ અને બીજું ઘણું બધું, આવી ગઇ છે આ નવી ટેક્નોલોજી

પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આજે કહ્યું હતું કે આ નિર્ણય સાથે સંબંધિત નોટિફિકેશન જલ્દી જ બહાર પાડવામાં આવશે. 29 સપ્ટેમ્બરે પર્યાવરણ, વાહનવ્યવહાર અને ટ્રાફિક વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણયના અમલીકરણની રીતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ નિયમ આ મહિનાની 25 તારીખથી લાગુ કરવામાં આવશે.

દિલ્હીના પ્રદૂષણમાં વાહનોમાંથી નીકળતા ધુમાડાનો મોટો હાથ છે. રાયે આ વિશે કહ્યું કે પ્રદૂષણને વધતું અટકાવવું ખૂબ જ જરૂરી છે. 25 ઓક્ટોબરથી વાહનોને ઇંધણ મેળવવા માટે પીયુસી હોવું જરૂરી છે.

આ પણ વાંચો: હવે ઓક્ટોબર મહિનામાં બદલાશે આ નિયમો, જાણો તમને ફાયદો થશે કે નુક્શાન

દિલ્હી સરકાર 3જી ઓક્ટોબરે 24X7 વોર રૂમ શરૂ કરશે
રાયે કહ્યું કે દિલ્હી સરકાર 3 ઓક્ટોબરે 24X7 વોર રૂમ શરૂ કરશે.  તેનો ઉદ્દેશ્ય પ્રદૂષણને વધતા અટકાવવાનો અને સુધારેલા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) ને યોગ્ય રીતે અમલમાં મૂકવાનો છે. તેમણે કહ્યું કે 6 ઓક્ટોબરથી દિલ્હીમાં પણ ધૂળ વિરોધી અભિયાન શરૂ થશે.  આ અંતર્ગત બાંધકામ સ્થળો પર ધૂળના પ્રદૂષણની તપાસ કરવામાં આવશે.