હવે ગુજરાતમાં બજેટ આ રીતે રજૂ થશે, ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

હવે ગુજરાતમાં બજેટ આ રીતે રજૂ થશે, ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું

૧ ફેબ્રુઆરીના રોજ આપણા દેશનું બજેટ રજૂ થયું જે આપણા દેશનું પ્રથમ પેપરલેસ બજેટ હતું. જે નાણાંમંત્રી સીતારામણે રજૂ કર્યું હતું. જેમાં બજેટની pdf મોબાઈલ એપ મારફતે સંસદ અધિકારીઓને મોકલવામાં આવી હતી. તેવી જ રીતે હવે ગુજરાત પ્રથમ રાજ્ય બનશે જે પેપરલેસ બજેટ રજૂ કરશે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઓનલાઇન બજેટ માટે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપમાં બજેટને લઈને તમામ વિગતો હશે. જે ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ હશે.

આ બજેટ એપ્લિકેશનમાં અગાઉના વર્ષના બજેટના પણ તમામ દસ્તાવેજો ઉપલબ્ધ રહેશે. જેમાં ૨૬ વિભાગના બજેટ પ્રકાશન મુકવામાં આવશે અને તમામ બજેટના દસ્તાવેજો ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં જોઈ શકાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, વિધાનસભા અધ્યક્ષની મંજૂરી બાદ આ નિર્ણય લેવાયો છે. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા પણ કરાઈ હતી અને છેવટે બજેટ એપ્લિકેશન લોન્ચ કરવાનો નિર્ણય લીધો. જોકે રાજ્યને હવે બજેટમાં સીધો ટેક્સ નાખવાની કોઈ જોગવાઈ નથી.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નિતીનપટેલે કહ્યું કે, લોકશાહીમાં દરેક નાગરિકને બજેટની બધી વિગતો ઉપલબ્ધ થશે. અત્યારસુધી વિધાનસભાની કામગીરીનું લાઈવ પ્રસારણની લોકોની માંગ હતી. રાજ્યને હવે બજેટમાં કોઈ સીધો ટેક્સ નાખવાની જોગવાઈ નથી. GST આવ્યા બાદ વેન નેશન વન ટેક્ષ છે. ગુજરાતમાં ૭૪ પ્રકારના પ્રકાશનો બજેટને લઈને બહાર પડતા હતાં. દર બજેટમાં ૭૩ જેટલા પ્રકાશનો રજૂ કરવામાં આવે છે. જોકે ૭૩ પ્રકાશન વિતરણમાં ૫૫૧૭૩૦૫ કાગળના પેજ વપરાય છે.