khissu

હવે થશે ડીજીટલ વસ્તી ગણતરી ૨૦૨૧

નમસ્તે મિત્રો..


દેશમાં પ્રથમ વખત થશે ડિજિટલ વસ્તી ગણતરી. આ વખતે બજેટમાં કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને આની જાહેરાત કરી હતી. જેમાં ૩૭૨૬ કરોડ રૂપિયા ફાળવ્યા છે.


દેશમાં પ્રથમ વખત એવું બનશે કે પરંપરાગત થતી ગણતરી કાગળ અને પેન ને બદલે ઇલેક્ટ્રોનિક ડીવાઈસ (મોબાઈલ એપ) દ્વારા કરવામાં આવશે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગયા વર્ષે જણાવ્યું હતું કે ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપવા માટે ૨૦૨૧ ની વસ્તી ગણતરી મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે.


એપ્લિકેશન 16 ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે. અમિત શાહે ડિજિટલ વસ્તી ગણતરી માટે કહ્યું હતું કે, લોકો નવી વિકસિત મોબાઇલ એપ્લિકેશન પર તેમની પોતાની અને પરિવારની વિગતો અપલોડ કરી શકશે. જે  12,000 કરોડના ખર્ચે 16 ભાષાઓમાં તૈયાર કરવામાં આવશે.


પૂરા દેશમાં લોકોનો ડેટા સંગ્રહ કરવામાં આવશે જેમાં વસ્તી,સ્ત્રી - પુરુષ નો ગુણોત્તર, જાતિ, શિક્ષણ નુ સ્તર, વય, જન્મ - મૃત્યુ, લોકોના ઘરની સ્થિતિ, વ્યવસાય વગેરે વિશેની માહિતી હશે.