khissu

હવે હેલ્મેટ સાથે સંકળાયેલ નિયમ બદલાઈ જશે: જાણી લો નહીંતર 500 રૂપિયા દંડ

ગુજરાત ગાંધીનગર વાહન વ્યવહાર કમિશ્નર કચેરી તરફથી જાણવા મળ્યું છે કે ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હેલ્મેટ માટેનાં નવા નિયમો લાગુ કરવામાં આવશે.

જે નિયમો અંતર્ગત બાઇક ચાલકે હવે IS - 4151 (ISI સ્ટાન્ડર્ડ માર્કો વાળું) લખેલું હેલ્મેટ જ પહેરવું પડશે. જો IS-4151 વગરનું હેલમેટ વાહન ચાલકે પહેરેલું હશે તો એ હેલ્મેટ માન્ય ગણવામાં નહીં આવે અને બાઇક ચાલક પાસેથી હેલ્મેટ ન પહેર્યું હોવાનો દંડ પણ વસુલ કરવામાં આવશે.

જાહેરાત મુજબ 01/06/2021 થી 5 જિલ્લામાં આ હેલ્મેટ નિયમ લાગુ કરવામાં આવશે. ત્યાર બાદ આગળ બીજા જિલ્લા માટે વિચારણાં થઈ શકે છે.

જેથી હવે તમે આ પાંચ મહાનગરોમાં જ્યારે પણ બાઈક લઈને રસ્તા પર નીકળો છો ત્યારે આઇએસ-4151 વાળું હેલ્મેટ પહેરવું જેથી તમને દંડ ફટકારવામાં ન આવે. નવાં હેલ્મેટની ખરદી કરવા માંગો છો તો પણ આજ પ્રકારનું હેલ્મેટ ખરીદવું કે જેમાં ISI માર્ક સાથે IS - 4151 : 2015 લખેલ હોય.

નવા મોટર વ્હીકલ એક્ટ ના નિયમો મુજબ જે વાહન ચાલકે હેલ્મેટ નથી પહેર્યું એમની પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવે છે. આગામી દિવસોમાં તમે એમનાં શિકાર ન બનતાં અને નિયમો જાણી પાલન કરજો.

જેમની Official નોટિસ બહાર પાડવામાં આવી હતી તે નીચેથી Download કરી શકશો.