ભારતમાં કોરોના વાયરસના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના મહામારી થી બચવા રસીકરણ નુ કામ પૂરાં જોશમાં ચાલુ છે. જો તમારે પણ કોરોના વેક્સિન લગાવવી છે તો તમારા ઘરની નજીક કંઈ જગ્યાએ વેક્સિન સેન્ટર છે તે What's app ની મદદથી જાણી શકો છો. What's app માં ચેટિંગ કરી જાણી શકશો કે તમારા ઘરની નજીક કંઈ જગ્યાએ વેક્સિનેશન સેન્ટર છે.
MyGovIndia ટ્વીટર હેન્ડલ પર આ જાણકારી આપવામાં આવી હતી કે MyGov Corona Helpdesk હવે લોકોને જણાવશે કે તમારા નજીક કંઈ જગ્યાએ વેક્સિનેશન સેન્ટર છે. આ Helpdesk હિન્દી અને ઇંગ્લિશ બંને ભાષામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ડેસ્ક ની મેઈન ભાષા તો ઇંગ્લિશ જ છે પરંતુ તમે આ ભાષાને હિન્દીમાં પણ બદલી શકો છો. વેક્સિનેશન સેન્ટરની માહિતી મેળવવા ક્યાં નંબર પર મેસેજ કરવો? શું પ્રોસેસ કરવાની રહેશે? તે સમગ્ર માહિતી નીચે આપેલી છે.
વેક્સિનેશન સેન્ટરની માહિતી કઈ રીતે મેળવવી?
૧) સૌથી પહેલા તમારે એન્ડ્રોઈડ મોબાઈલ માં 9013151515 નંબર ને સેવ કરવો પડશે.
૨) નંબર સેવ કર્યા બાદ What's app ખોલવું પડશે.
3) હવે જે નંબર સેવ કર્યો છે એ એકાઉન્ટ નુ મેસેજ બોકસ ઓપન કરવાનું રહેશે.
૪) જેમાં તમારે NAMASTE લખીને મોકલશો તો તમારી સામે 9 ઓપ્શન સાથે એક રિપ્લાય મળશે.
૫) વેક્સિનેશન સેન્ટર ની માહિતી મેળવવા તમારે 1 લખીને મેસેજ સેન્ડ કરવો પડશે. ત્યારપછી તમને પીનકોડ નાખવાનું કહેશે.
૬) જેવો તમે પીનકોડ નંબર સેન્ડ કરશો એટલે તમારી આસપાસ આવેલા વેક્સિનેશન સેન્ટર ની જાણકારી તમને મળી જશે.
ભારત પહોંચી ગઈ છે રશિયાની સ્પુટનિક વી વેક્સિન :- કોરોના વાયરસથી સમગ્ર વિશ્વના લોકો મુશ્કેલીમાં મુકાયા છે, એવામાં ભારતની ચિંતા વધી ગઈ છે. હોસ્પિટલોમાં બેડ અને ઓકિસજન નાં અભાવે ઘણા બધા લોકો મૃત્યુને ભેટી રહ્યાં છે. એવામાં રસીકરણ ની ઝડપ વધારવા શનિવારે રૂસ થી સ્પુટનિક વી રસીનો પહેલી બેંચ શનિવારે હૈદરાબાદ પહોંચી હતી. સાથોસાથ 1 મે થી રસીકરણ નો ત્રીજો તબક્કો પણ શરૂ થઈ ગયો છે જેમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ કેવી?
સ્વાસ્થ્ય મંત્રાલયે જે આંકડાઓ બહાર પાડ્યા તે આંકડાઓ અનુસાર 24 કલાકની અંદર ભારતમાં 3,68,147 નવા કોરોના કેસો આવ્યા છે અને 24 કલાકમાં 3,00,732 લોકો સાજા પણ થયા છે. દેશમાં 16 જાન્યુઆરી થી રસીકરણ અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું. ભારત હાલ વિશ્વનો સૌથી વધુ કોરોના થી પ્રભાવિત દેશ બની ચૂક્યો છે, ત્યારે ભારતમાં અત્યાર સુધીમાં 15 કરોડ 71 લાખ 98 હજાર 207 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.