હવે માત્ર મિસ્ડકોલ કરીને LPG ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો, જાણો ડાયલ નંબર

હવે માત્ર મિસ્ડકોલ કરીને LPG ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો, જાણો ડાયલ નંબર

આજે સમગ્ર દેશમાં મોટા ભાગે લોકો LPG ગેસ નો ઉપયોગ કરે છે. હાલમાં ગેસ સિલિન્ડર ને લઈને લોકો ઉદાસ જોવા મળે છે. હાલ વધતા જતા સિલિન્ડરના ભાવ બહુ મોટો પ્રશ્ન બની ગયો છે


પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે જેમાં હવે લોકો માત્ર એક કોલ કરીને સિલિન્ડર બુક કરાવી શકે છે. LPG ના ગ્રાહકો માટે આ એક સારા સમાચાર કહી શકાય. ઈન્ડેન દ્વારા એક નંબર જારી કરવામાં આવ્યો છે જેના દ્વારા હવે મિસ્ડ કોલ કરી સિલિન્ડર બુક કરાવી શકાય છે.


આ અંગે શુક્રવારે એક સુચના જારી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું કે હવેથી LPG ના ગ્રાહકોએ 8454955555 નંબર પર મિસ્ડ કોલ કરી સિલિન્ડર બુક કરાવી શકે છે.


આ સુવિધાથી ગ્રાહકો માટે LPG ગેસ સિલિન્ડર બુક કરાવવો ખુબજ સરળ રહેશે. પહેલાની જેમ ગ્રાહકોએ લાંબા સમય સુધી કોલ હોલ્ડ પર નહીં રાખવો પડે અને IVRS કોલ્સ ની જેમ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.