khissu

હવે Googleમાં નોકરી કરવાનું સપનું થશે સાકાર, દેશના આ શહેરમાં ખુલી ઓફીસ

આપણા દરેકની એવી ઇચ્છા હોય કે આપણને સારામાં સારી કંપનીમાં કામ કરવાની તક મળે. જેથી આપણે સારી કમાણી કરી શકીએ. ભારતમાં એવી ઘણી કંપનીઓ છે જે સફળતાના શિખરે છે. જે તેના કર્મચારીઓને સારામાં સારી નોકરી આપીને ખૂબ કમાણી અર્પે છે. તેવી જ એક કંપની છે Google જ્યાં કામ કરવું કદાચ ઘણા ખરાનું સપનું હશે. જો તમારે પણ ગૂગલમાં કામ કરવું હોય તો, ગૂગલ ટૂંક સમયમાં જ ભારતમાં નવી ઓફિસ ખોલવા જઈ રહ્યું છે. જે દ્વારા ભવિષ્યમાં ઘણી તક ઉપ્લબ્ધ થઇ શકે એમ છે. એવું જાણવામાં આવ્યું છે કે Google કંપની વર્ષના બીજા ભાગમાં પૂણેમાં તેની નવી ઓફિસ ખોલવા જઇ રહી છે.

ગૂગલમાં ભરતી પ્રક્રિયા  
ગૂગલે ભારતમાં તેની નવી ઓફિસ માટે ભરતી પણ શરૂ કરી દીધી છે. ગૂગલની આ નવી ભરતીની પ્રક્રિયા ગુરુગ્રામ, હૈદરાબાદ અને બેંગ્લોર ઓફિસમાં ચાલી રહી છે.

એડવાન્સ ક્લાઉડ ટેક્નોલોજી માટે ભરતી
Google આ નવી ભરતીઓ અદ્યતન ક્લાઉડ ટેકનોલોજી માટે કરી રહ્યું છે. ભારતમાં ગૂગલ ક્લાઉડ એન્જિનિયરિંગના વીપી અનિલ ભણસાલીએ આ વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, ગૂગલ ક્લાઉડ માટે જરૂરી ટેલેન્ટ પૂલ ભારતમાં હાજર છે, ગૂગલ માટે ભારત શ્રેષ્ઠ સ્થાન છે.

વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને કામ કરશે
તેમણે જણાવ્યું કે છેલ્લા 12 મહિનામાં ભારતમાં નિર્માણ થનારા ડેવલપમેન્ટ સેન્ટર માટે ભારતની ટોચની એન્જિનિયરિંગ પ્રતિભાને હાયર કરવામાં આવી છે. ભારતની આ પ્રતિભાઓ વૈશ્વિક એન્જિનિયરિંગ ટીમ સાથે મળીને અદ્યતન ક્લાઉડ ટેક્નોલોજી પર કામ કરશે.