ગોલ્ડ લોન તો સાંભળ્યું હશે, સિલ્વર લોન પણ જાણી લો, જાણો કેટલા મળશે પૈસા

ગોલ્ડ લોન તો સાંભળ્યું હશે, સિલ્વર લોન પણ જાણી લો, જાણો કેટલા મળશે પૈસા

હવે જરૂર પડ્યે તમે તે ચાંદીને બેન્કમાં મુકીને લોન પણ લઈ શકો છો અને રોકડ પણ લાવી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Lending Against Gold and Silver Collateral) Directions, 2025, પહેલી વાર નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનાથી ચાંદી પર ઉધાર લેવાનું શક્ય બન્યું છે. આ નિયમો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે.

 

જો તમારી પાસે ચાંદીના દાગીના કે સિક્કા છે, તો તે હવે ફક્ત સુશોભનની વસ્તુઓ નથી; જરૂર પડ્યે તમે તે ચાંદીને બેન્કમાં મુકીને લોન પણ લઈ શકો છો અને રોકડ પણ લાવી શકો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Lending Against Gold and Silver Collateral) Directions, 2025, પહેલી વાર નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનાથી ચાંદી પર ઉધાર લેવાનું શક્ય બન્યું છે. આ નિયમો 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે.

 

હવે ચાંદી પર પણ લોન મેળવી શકાશો: અત્યાર સુધી, બેંકો ફક્ત સોનાના દાગીના અને સિક્કા પર લોન આપતી હતી, પરંતુ RBI એ હવે નિયમોમાં સુધારો કરીને ચાંદીનો પણ સમાવેશ કર્યો છે. આ નવી સિસ્ટમ હેઠળ, વાણિજ્યિક બેંકો, નાની નાણાકીય બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, NBFCs અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ હવે સોનાની સાથે ચાંદીના દાગીના અને સિક્કા પર લોન આપી શકશે

 

RBI એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે સોના કે ચાંદીના બ્રિક્સ (બુલિયન) પર લોન મળશે નહીં. તેવી જ રીતે, સોના કે ચાંદી સંબંધિત રોકાણો (જેમ કે ETF અથવા મ્યુચ્યુઅલ ફંડ) પર લોન મળશે નહીં.

 

કેટલી રકમ ગીરવે મૂકી શકાય છે?: સોનાના દાગીના પર મહત્તમ 1 કિલો લોન રકમ મેળવી શકાય છે. ચાંદીના દાગીના પર મહત્તમ 10 કિલો લોન રકમ મેળવી શકાય છે. તેમજ 50 ગ્રામ સુધીના સોનાના સિક્કા અને 500 ગ્રામ સુધીના ચાંદીના સિક્કા પર લોન મેળવી શકાય છે.

 

લોન-ટુ-વેલ્યુ (LTV) રેશિયો: RBI એ આ યોજના માટે લોન મર્યાદા પણ નક્કી કરી છે. ₹2.5 લાખ સુધીની લોન પર 85% સુધી ઉપલબ્ધ રહેશે. તેમજ ₹2.5 લાખથી ₹5 લાખ સુધીની લોન પર 80% સુધી ઉપલબ્ધ રહેશે.

 

₹5 લાખથી વધુની લોન પર, ફક્ત 75% સુધીની લોન મંજૂર કરવામાં આવશે. લોન ચુકવણી અને ઘરેણાં પરત કરવાના નિયમો લોન સંપૂર્ણ રીતે ચૂકવ્યા પછી, બેંક અથવા સંસ્થાએ 7 કાર્યકારી દિવસોમાં ઘરેણાં અથવા ચાંદી પરત કરવી આવશ્યક છે. વિલંબના કિસ્સામાં, બેંકે ઉધાર લેનારને દરરોજ ₹5,000 વળતર આપવું આવશ્યક છે.