નોવેલ કોરોના વાયરસ (COVID-19) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં વર્તમાન પરિસ્થિતીની સમીક્ષા કરીને નીચે મુજબના ૩૬ શહેરોમાં તા. ૦૬/૦૫/૨૦૨૧ ના ૨૦.૦૦ કલાકથી તા. ૧૨/૦૫/૨૦૨૧ના ૦૬.૦૦ કલાક સુધી રાત્રી કર્ફયુ તથા નિયંત્રણો અમલમાં મુકવામાં આવે છે. હાલ સંપુર્ણ દેશમાં કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે તેના કારણે ગુજરાત દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા ૨૯ શહેરોમાં રાત્રી કર્ફ્યુ તા. ૦૫/૦૫/૨૦૨૧ સુધી લગાવવામાં આવ્યુ હતુ. જે હવે નવા જાહેરનામા અનુસાર વધુ ૭ શહેરો સહિત કુલ ૩૬ શહેરોમાં તા. ૧૨/૦૨/૨૦૨૧ સુધી રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે, જે તા. ૦૬/૦૫/૨૦૨૧ એટલે કે આવતી કાલથી અમલમાં આવશે.
રાત્રી કર્ફયુના શહેરોનું લીસ્ટ : ૧. અમદાવાદ શહેર ૨. વડોદરા શહેર ૩. સુરત શહેર ૪. રાજકોટ ૫. ભાવનગર શહેર ૬. જામનગર શહેર ૭. જુનાગઢ શહેર ૮. ગાંધીનગર શહેર ૯. આણંદ શહેર ૧૦. નડીયાદ શહેર ૧૧. ગાંધીધામ શહેર ૧૨. ભુજ શહેર ૧૩. મોરબી શહેર ૧૪. પાટણ શહેર ૧૫. ગોધરા શહેર ૧૬. દાહોદ શહેર ૧૭. ભરૂચ શહેર ૧૮. સુરેન્દ્રનગર શહેર ૧૯. અમરેલી શહેર ૨૦. મહેસાણા શહેર ૨૧. હિમંતનગર શહેર ૨૨. પાલનપુર શહેર ૨૩. નવસારી શહેર ૨૪. વલસાડ શહેર ૨૫. પોરબંદર શહેર ૨૬. બોટાદ શહેર ૨૭. વિરમગામ શહેર ૨૮. છોટાઉદેપુર શહેર ૨૯. વેરાવળ-સોમનાથ શહેર ૩૦. ડીસા શહેર ૩૧. અંકલેશ્વર શહેર ૩૨. રાધનપુર શહેર ૩૩. વાપી શહેર ૩૪. મોડાસા શહેર ૩૫. કડી શહેર ૩૬. વિસનગર શહેર
રાત્રિ કર્ક્સના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત નીચેની બાબતો પણ અમલમાં રહેશે.
નિયંત્રણો : કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતા તા. ૦૬/૦૫/૨૦૨૧ ના ૦૦,૦૦ કલાકથી તા. ૧૨/૦૫/૨૦૨૧ ના ૦૬:૦૦ કલાક સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન ઉપરોકત શહેરોમાં નીચે મુજબના નિયંત્રણો મુકવાનું રાજ્ય સરકારે નક્કી કરેલ છે.
આ સમયગાળા દરમિયાન નીચે મુજબની આવશ્યક સેવા / પ્રવૃત્તિઓ જ ચાલુ રહેશે.
૧) COVID - 19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે.
૨) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ
૩) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા .
૪) ડેરી, દૂધ - શાકભાજી, ફળ - ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા.
૫) શાકભાજી માર્કેટ તથા કૂટ માર્કેટ ચાલુ રહેશે.
૬) કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ.
૭) અનાજ તથા મસાલા દળવાની ઘંટી
૮) ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી Take away facility આપતી સેવાઓ.
૯) ઈન્ટરનેટ / ટેલિફોન / મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર / આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.
૧૦) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
૧૧) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી. / પી એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ .
૧૨) પોસ્ટ અને કુરીયર સર્વિસ
૧૩) ખાનગી સિક્યુરીટી સેવા
૧૪) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
૧૫) કૃષિ કામગીરી, પેસ્ટકન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠો વ્યવસ્થા.
૧૬) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
૧૭) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓતથા તેને સંલગ્ન ઈ - કોમર્સ સેવાઓ.
૧૮) તમામ પ્રકારના ઉત્પાદન / ઔદ્યોગિક એકમો અને તેને રો મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન covID - 19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૧૯) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID - 19 સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- આ સમયગાળા દરમ્યાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટ કાળજી લેવાની રહેશે.
- તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- સંબંધીત પોલીસ કમિશનરશ્રીઓ / જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલી માટે Cr.P.C. તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઈ હેઠળ જાહેરનામાં બહાર પાડવાના રહેશે.
- આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર , જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.
આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID - 19 REGULATION , 2020 ની જોગવાઇઓ , ઈન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ તથા The Disaster Management Act ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.
ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામું નીચે જોડેલ છે. આપ ડાઉનલોડ કરી આ માહિતી વાચી શકશો. આ ઉપરાંત આ અંગેની વધારે માહિતી ઉપરના video માં સમજાવેલ છે.