લગ્નપ્રસંગ હોય કે પછી કોઈ ફંક્શન હોય ત્યારે લોકોમેં બુટ પહેરવાનો શોખ હોય છે અને અમુક લોકો તો એવા પણ હોય છે કે બુટ પેર્ય વગર તેઓને એક દિવસ પણ ચાલે નહીં પણ આવા લોકોને એક સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં ઘણા બધા સ્થળોએ બુટ ઉતારવા જ પડે અને વારંવાર બુટ ઉતારવા આળસ ચડે છે. પરંતુ હવે બુટ પહેરવાના શોખીનો માટે આવી ગઈ છે ખુશ ખબર.
જી હા મિત્રો, પ્રખ્યાત કંપની Nike એ જોરદાર બુટ તૈયાર કર્યા છે જેમાં તમારે બુટ ને ઉતારવા કે પહેરવા સહેજ પણ હાથનો ઉપયોગ કરવા વાંકુ નહીં વળવું પડે. Nikeએ પોતાના ગ્રાહકો માટે એવા બુટ તૈયાર કર્યા છે જેમાં લેસ બાંધવાની સમસ્યા નહીં રહે. આ બુટ માટે લોકો ખૂબ જ આતુર છે. Nikeના આ બુટને GO FlyEase નામ આપવામાં આવ્યું છે.
Nike કંપનીએ કોરોના સમયને પણ ધ્યાને લીધો છે જેમાં લોકો કંઈપણ વસ્તુ અડવા નથી માંગતા જેથી આ બુટ પહેરવા કે ઉતારવા હાથનો ઉપયોગ નહીં કરવો પડે. આ બુટની ખાસિયત એ છેકે જેમ તમારા બુટ પહેરો છો તેવીજ રીતે તમારા પગમાં ફિટ થઈ જશે એ રીતે ની મજેદાર વ્યવસ્થા કરવામાં આવી છે.
Nikeના આ બુટને લઈને ટ્વિટર પર Front Office Sports નામના પેજે એક GIF શેર કર્યો છે જેમાં લખ્યું છે, Nikeએ પોતાના પહેલાં હેન્ડ ફ્રી Nike Go FlyEase બુટ રજૂ કર્યા છે. જે ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
આ બુટની ખબર પડતાં જ લોકો આ બુટ લેવા આતુરતા દર્શાવી રહ્યા છે. વેબસાઈટ પર 'ફ્રી મેમ્બરશીપ પ્રોગ્રામ' ના સબ્સ્ક્રાઇબર્સ માટે આ બુટ ની કિંમત ૧૨૦ ડોલર એટલે કે લગભગ ૮૭૬૦ રૂપિયા છે.