khissu

ઓમિક્રોનનો ખતરો, ઓમિક્રોન ક્યાંથી આવ્યો ? કેટલો ખતરનાક ? વેક્સિનથી ફાયદો થશે ખરા ?

ઓમિક્રોનનો ખતરો: કોરોનાનો સૌથી સંક્રમિત કરનાર પ્રકાર ઓમિક્રોને આખા દેશની ચિંતા વધારી છે. આખી દુનિયા ફરીથી ભયમાં મુકાઈ ગઈ છે. WHOએ દરેક દેશોને સાવચેત કર્યા છે કે આ વાઇરસ ડેલ્ટા વાયરસ કરતાં પણ ઝડપથી ફેલાય છે.

ઓમિક્રોન ક્યાંથી આવ્યો?: આ વાયરસ સૌથી પહેલા બોત્સવાના અને દક્ષિણ આફ્રિકામાં ઉદભવ્યો, ક્યાંથી આવ્યો કોઈ નથી જાણતું. ત્યારબાદ ધીરે-ધીરે બીજા દેશોમાં ફેલાવવા લાગ્યો અને છેવટે 38 દેશોમાં પગપેસારો કર્યો. અત્યારે રશિયા, બ્રિટન અને અમેરિકામાં આ વાયરસે ગતિ પકડી છે.

ઓમિક્રોન કેટલો ખતરનાક: આ વાયરસ કેટલો ખતરનાક છે તેની હજી WHO પાસે પણ ચોક્કસ માહિતી નથી. ત્યારે IIT કાનપુરના એક વૈજ્ઞાનિકે ખૂબ જ ડરાવનો રિપોર્ટ આપ્યો છે. સંશોધકે દાવો કર્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે અને ફેબ્રુઆરીમાં તે પિક ઉપર આવશે અને રોજના 1.5 લાખ કેસ આવી શકે છે.

વેક્સિનથી કેટલો ફાયદો: દોસ્તો ઘણા એક્સપર્ટનું માનવું છે કે, કોવેક્સિન અને કોવિશિલ્ડમાં ઈન એક્ટિવ કોરોનાવાયરસનો આખો અંશજ લઈ લેવામાં આવ્યો હતો. જેથી તે ઓમિક્રોન સામે રક્ષણ આપી શકવી જોઈએ. ત્યારે ઘણા એક્સપર્ટનું કહેવું છે કે ડરવાની જરૂર નથી, હજી વાયરસની ચોક્કસ માહિતી મળી નથી. આ વાયરસ ખતરનાક ન પણ હોય તો ડરશો નહીં, કાળજી રાખજો.

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો.