પાડાના વાંકે પખાલીને ડામ આ કેહવત ગુજરાતના સામાન્ય લોકો માટે સાચી સાબિત થઈ છે. જો હવે લોકડાઉન થશે તો લોકોની આર્થિક સ્થિતિ વધુ બત્તર બનશે. માસ્કના દંડ રૂપે ગુજરાત સરકારે ખૂબ જ મોટી આવક કરી લીધી છે. પાંચ મહિનાની અંદર ગુજરાત સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ પેટે 1 અબજ 68 હજાર કરોડ રૂપિયા ઉઘરાવ્યા આવ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું હતું કે માસ્ક ન પહેરનાર લોકો પાસે થી 1 અબજ 68 હજાર કરોડ રૂપિયા દંડ પેટે ઉઘરાવવામાં આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ પ્રથમ વખત દંડ પેટે રૂપિયા 200 રાખ્યાં હતાં, ત્યારબાદ તે દંડ વધારીને રૂપિયા 500 અને ત્યારપછી તે દંડ વધારીને રૂપિયા 1000 કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં 16 લાખ 78 હજાર 922 લોકો પાસેથી સરકારે કુલ 1 અબજ 68 હજાર કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. ક્યાં શહેરમાં કેટલા લોકોએ દંડ ભર્યો તે જાણીએ તો સૌથી વધુ અમદાવાદ ના 2 લાખ 71 હજાર 621 લોકોએ દંડ ભર્યો છે, સુરતમાં 1 લાખ 87 હજાર 787 લોકોએ દંડ ભર્યો છે, વડોદરામાં 73 હજાર 599 લોકોએ દંડ ભર્યો છે, તો રાજકોટના 1 લાખ 6 હજાર 841 લોકોએ દંડ ભર્યો છે.
માસ્કના દંડ મુદ્દે ગુજરાત વિધાન સભામાં કોંગ્રેસના ધારાસભ્ય પુનમભાઇ પરમારે કહ્યું હતું કે સરકારે ખિસ્સા કાંતરુને પણ શરમાવે તેવું કામ કર્યું છે. સરકારે દંડ આપવાને બદલે માસ્ક આપવાની જરૂર હતી. ઘરે ખાવાના ફાંફા પડી રહ્યા હોય ત્યારે માસ્કનો દંડ 1000 રૂપિયા ભરવો એ સામાન્ય લોકો માટે ખૂબ મોટી રકમ ગણાય. અત્યારે કોરોનોએ ફરી વેગ પકડ્યો છે ત્યારે ફરી વખત દંડ વસુલવામાં આવશે તેવું લાગી રહ્યુ છે જ્યારે સ્થાનિક ચુંટણીનાં સમયગાળામાં દરમિયાન સરકારે ગાઇડલાઈન ને હળવી કરી નાખી હતી.