khissu

ભારતમાં વધુ એક બેંક બંધ! આ બેંકમાં તમારું ખાતું તો નથી ને? બેંકના કર્મચારી અને ખાતેદારોને શું થશે?

વિશ્વની સૌથી મોટી બેંકિંગ કંપની સિટીબેંક (Citibank) હવે ભારતમાં પોતાનો વ્યવસાય બંધ કરવાની તૈયારી કરી રહી છે. અમેરિકાની બેંક સીટીબેન્કે (Citibank) ગુરુવારે ભારતમાં ગ્રાહક બેન્કિંગ (Consumer Banking) ના વ્યવસાયમાંથી બહાર નીકળવાની ઘોષણા કરી છે. બેંકે આ નિર્ણય શા માટે લીધો અને આ પછી ખાતા ધારકો (એકાઉન્ટ ધારકો) અને કર્મચારીઓ પર શું અસર થશે?

હવે સિટીબેંક (Citibank) ફક્ત સમૃધ્ધ દેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
સિટીબેંકના રિટેલ વ્યવસાયમાં ક્રેડિટ કાર્ડ્સ, બચત બેંક ખાતાઓ અને પર્સનલ (વ્યક્તિગત લોન) જેવી સેવાઓનો સમાવેશ છે. ભારતમાં રિટેલ બેંકિંગમાંથી બહાર નીકળવાના નિર્ણય અંગે સિટીબેન્કે (Citibank) કહ્યું કે આ નિર્ણય તેની વૈશ્વિક વ્યૂહરચનાનો એક ભાગ છે. સિટીબેન્કે (Citibank) વૈશ્વિક સ્તરે નિર્ણય લીધો છે કે તે 13 દેશોમાંથી પોતાનો વ્યવસાય બંધ કરશે અને હવે સિટીબેંક હવે ફક્ત સમૃધ્ધ દેશો પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સિટીબેંકમાં લગભગ 4,000 કર્મચારીઓ કામ કરે છે.
બેંકના ગ્રાહક બેન્કિંગ વ્યવસાયમાં ક્રેડિટ કાર્ડ્સ, રિટેલ બેંકિંગ, હોમ લોન અને સંપત્તિ મેનેજમેન્ટ જેવી સેવાઓનો સમાવેશ છે. સિટીબેંક (Citibank) ની ભારત દેશમાં 35 શાખાઓ છે અને તેના ગ્રાહક બેંકિંગ વ્યવસાયમાં લગભગ 4,000 લોકો કાર્ય કરે છે. સિટીબેંકના ગ્લોબલ CEO જેન ફ્રેઝરે (Jane Fraser) જણાવ્યું હતુ કે આ ક્ષેત્રોમાં હરીફાઈ ન હોવાને કારણે બેંકે આ નિર્ણય લીધો છે. સિટીબેંકે છૂટક વ્યવસાયમાંથી બહાર નીકળવા માટે નિયમનકારી મંજૂરીઓની જરૂર પડશે.

સિટી ઈન્ડિયાના CEO આશુ ખુલ્લરે કહ્યું કે અમારા ઓપરેશન્સમાં તત્કાળ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને આ ઘોષણાની અમારા સાથીદારો પર તાત્કાલિક અસર નહીં પડે. અમે અમારા ગ્રાહકોની સેવામાં કોઈ ખામી રાખીશું નહીં. તેમણે કહ્યું કે આ ઘોષણા સાથે બેંકની સેવાઓ વધુ મજબૂત બનાવવામાં આવશે. સંસ્થાકીય બેંકિંગ વ્યવસાય ઉપરાંત સિટીબેન્ક તેના મુંબઈ, પુના, બેંગ્લોર, ચેન્નઈ અને ગુરુગ્રામ કેન્દ્રોથી વૈશ્વિક વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિટીબેંકે સૌપ્રથમ 1902 માં ભારતમાં પ્રવેશ કર્યો અને 1985 માં બેંકે ગ્રાહક બેંકિંગનો વ્યવસાય શરૂ કર્યો હતો.

સીટીબેંકને ભારતમાં નવા પાર્ટનરની શોધ: સિટીબેંક તેની નવી વ્યાવસાયિક વ્યૂહરચના હેઠળ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, બહરીન, ચીન, દક્ષિણ કોરિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, પોલેન્ડ, રશિયા, તાઇવાન, થાઇલેન્ડ અને વિયેટનામના રિટેલ બેન્કિંગ વ્યવસાયમાંથી બહાર નીકળી જશે. પરંતુ તેનો જથ્થાબંધ વ્યવસાય ચાલુ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિટીબેંક ભારતમાં તેના રિટેલ અને ગ્રાહક વ્યવસાયને વેચવા માટે ખરીદદારોની પણ શોધ કરી રહી છે.