WHO દ્વારા વધુ એક કોરોના રસીને મળી મંજુરી: ચીનની સાઈનોફોર્મ રસીને મળી લીલી ઝંડી, જાણો WHO આ રસી વિશે શું કહ્યું?

WHO દ્વારા વધુ એક કોરોના રસીને મળી મંજુરી: ચીનની સાઈનોફોર્મ રસીને મળી લીલી ઝંડી, જાણો WHO આ રસી વિશે શું કહ્યું?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization - WHO) એ કટોકટીના સમયમાં ચીનની સાઈનોફોર્મ કોરોના રસીને ઉપયોગમા લેવા મંજુરી આપી દીધી છે. શુક્રવાર ની રાત્રે WHO એ આના વિશે જાણકારી આપી હતી. ચીન માટે આ સમાચાર રાહતના ગણાય કારણ કે થોડા સમય પહેલા ફિલિપાઇન્સ એ આ વેક્સિન નાં 1,000 ડોઝ પાછા લેવાનું કહ્યું હતું. ચીને આ વેક્સિન એપ્રૂવ કર્યા વગર ઘણા દેશોને દાનમાં આપી હતી. મોટાભાગનાં દેશોમાં આ વેક્સિન મુકાવવા લોકો ખચકાય રહ્યા છે. ચીને હજુ સુધી તેના દેશમાં ફકત બે વેક્સિન ને જ મંજુરી આપી છે. બીજી વેક્સિન નુ નામ સાઈનોવેક છે. મહત્વની વાત તો એ છે કે WHO એ હજી સુધી સ્પષ્ટ નથી કર્યું કે સાઈનોફોર્મ રસીને મંજુરી આપવામાં કેમ ઘણા મહિના લાગી ગયા અને આ રસીની એફેક્સી કેટલી છે.

WHO એ શું કહ્યું? 

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન નાં ડાયરેક્ટર જનરલ ટ્રેડ્રોસ એડનહોમ ગ્રેબેસિયસ એ જણાવ્યું હતું કે અમે જેટલી પણ વેક્સિન ને કટોકટી નાં સમયે મંજુરી આપી છે તેમાં હવે ચીનની સાઈનોફોર્મ રસીને પણ ઉમેરી છે. આ વેક્સિન બેઇજિંગ માં તૈયાર થાય છે. અત્યાર સુધીમાં અમે દુનિયાની 6 રસીને મંજુરી આપી દીધી છે. સાઈનોફોર્મ વેક્સિન એ અસરકારકતા અને ગુણવત્તા માં ખરી ઉતરી છે. WHO એ આગળ જણાવ્યું કે અમે એવું ઇચ્છીએ છીએ કે દુનિયાના દરેક દેશોમાં વેક્સિન પહોંચે. તેના માટે થાય એટલા પ્રયત્નો કરી રહ્યા છીએ. અમને આશા છે કે દરેક દેશોની સંસ્થાઓ આ રસીથી સંતુષ્ટ થશે અને જરૂરિયાત મુજબ આયાત કરશે.

આ પણ વાંચો: કોરોના માટે વપરાતી રેમડેસિવિર અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય? નકલી રેમડેસિવિર ની ખરાઈ કેવી રીતે કરવી? જાણો માહિતી વિગતવાર

ચીનમાં 16 વેક્સિન પર રિસર્ચ ચાલુ :- ચીનમાં 16 કોરોના વેક્સિન પર રિસર્ચ અને પ્રયોગો ચાલુ છે. બે વેક્સિન ને હાલ મંજુરી મળી ગઈ છે. ચીને ઘણાબધા નાના દેશોને આ વેક્સિન ડોનેટ કરી હતી પરંતુ ફિલિપાઇન્સ માં સાઈનોફોર્મ વેક્સિન ને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. વાત જાણે એમ છે કે ફિલિપાઈન્સ ના રાષ્ટ્રપતિ એ મીડિયા સામે આ અનએપ્રુવ રસી લગાવી હતી જેથી વિવાદ શરૂ થઈ ગયો, ત્યાર બાદ રાષ્ટ્રપતિ એ દેશના લોકો પાસે અનએપ્રુવ રસી લગાવવા બદલ માફી માંગી. એટલું જ નહિ ફિલિપાઇન્સ ની સરકારે આ રસી ચીનને પરત કરવાનું પણ કહ્યું છે.

આ પણ વાંચો: રશિયાની સ્પુટનિક લાઇટ વેક્સિનને મંજુરી: વેક્સિનના માત્ર એક જ ડોઝમાં કોરોનાનો ખાતમો, કોરોના સામે આ રસી કેટલી અસરકારક?

ચીને એક હજાર સાઈનોફોર્મ વેક્સિનના ડોઝ ફિલિપાઇન્સ ને ડોનેટ કરી હતી. WHO નાં નિયમો અનુસાર વેક્સિન બનાવવા વાળા દેશ સિવાય જે દેશને વેક્સિન આપવામાં આવે છે તેને પણ મંજુરી આપવી પડે. ચીને સાઈનોફોર્મ વેક્સિન ને મંજુરી આપી પણ ફિલિપાઇન્સ એ હજુ પણ આ રસીને લીલી ઝંડી નથી આપી. રાષ્ટ્રપતિ એ મીડિયા સામે બુધવારે અનએપ્રુવ રસી મૂકાવી હતી, તેથી તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. જોકે આ રસીને હવે WHO દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.

આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા What'app ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ વ્યક્તિ આવી છેતરપિંડીનો શિકાર ન બને. આવી વધારે માહિતી માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો.