khissu

ગેસ કંપનીઓની વધુ એક પહેલ: હવે What's App દ્વારા પણ ગેસ સિલિન્ડર થશે બુક, જાણો સંપુર્ણ પ્રોસેસ

તમે ઓનલાઇન એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા માટે ઘણા બધા ઓપ્શન વાપરતા હશો. એસેમેસ અથવા ઓનલાઇન મોબાઈલ એપ ઉપર બુકિંગ સિવાય હવે તમે what's app ના માધ્યમથી પણ ગેસ સિલિન્ડર નું બુકિંગ કરી શકશો. What's app ની મદદથી ગેસ સિલિન્ડર બુક કરવા માટેની સરળ પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. ફકત તમારે ગેસ કંપનીના ફોન નંબર ના માધ્યમથી What's app ઉપર એક મેસેજ મોકલી દેવાથી ગેસ સિલિન્ડર બુક થઈ જશે, પરંતુ નોંધનીય છે કે તમારા ગેસ કનેક્શનમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેમાંથી જ બુક કરાવી શકશો. સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીઓમાંથી ભારત ગેસ (Bharat Gas), ઇન્ડેન ગેસ (Indane Gas) અને એચપી ગેસ (HP Gas)ના ગ્રાહક આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે અને ઘર બેઠા જ ગેસ સિલિન્ડર નું બુકિંગ કરી શકે છે.

ભારત ગેસ (Bharat Gas)ના ગ્રાહકો What's app ના માધ્યમથી આ રીતે ગેસ સિલિન્ડર બુક કરાવી શકશે:
(1) ભારત ગેસ સિલિન્ડર ના બુકિંગ માટે મોબાઈલ માં 1800224344 નંબર ને મોબાઈલ માં સેવ કરવો પડશે.
નંબર સેવ કર્યા બાદ what's app ખોલવાનું રહેશે.
(2) ત્યારબાદ સેવ કરેલા ભારત ગેસ એટલે કે ભારત પેટ્રોલિયમ સ્માર્ટ લાઈન નંબર ને ખોલવાનો રહેશે.
(3) ત્યારબાદ What's app ઉપર hii, hello લખીને મેસેજ સેન્ડ કરવાનો રહેશે. જેથી what's app દ્વારા એજન્સી દ્વારા સ્વાગત કરવામાં આવશે.
(4) જ્યારે તમારે ગેસ સિલિન્ડર બુક કરવો હોય ત્યારે Book લખીને મેસેજ સેન્ડ કરવો પડશે એટલે તરત જ તમને ઓર્ડર ની જાણકારી મળશે અને ક્યાં દિવસે ગેસ સિલિન્ડર આવશે તે પણ What's app ઉપર લખાય ને આવી જશે.

ઇન્ડેન ગેસ (Indane Gas) સિલિન્ડર નાં ગ્રાહકોને what's app ઉપર આ સરળ પ્રોસેસ કરવાની રહેશે:
(1) ઇન્ડેન ગેસ એજન્સી એ પણ What's app નંબર બહાર પડ્યો છે. જે આ મુજબ છે 7588888824. 
(2) ગ્રાહકોને આ મોબાઈલ નંબર 7588888824 મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
(3) ત્યારબાદ what's app ખોલીને રજીસ્ટર મોબાઈલ નંબરથી Book અથવા REFILL# લખીને મોકલી દેવાથી ગેસ સિલિન્ડર બુક થઈ જશે.
(4) Book અથવા RIFILL# લખવાથી ઓર્ડર ની જાણકારી તમારા What's app પર આવી જશે અને કંઈ તારીખે સિલિન્ડર આવશે તેની તારીખ પણ આવી જશે.

એચપી ગેસ (HP Gas) સિલિન્ડર ગ્રાહકો આ રીતે બુક કરી શકશે:
(1) આ સુવિધા એચપી ગેસ સિલિન્ડર ના બુકિંગ માં પણ ઉપલબ્ધ છે. 9222201122 નંબર ને તમારા મોબાઈલ માં સેવ કરી લેવો.
(2) ત્યારબાદ સેવ કરી લીધાં બાદ  What's app એપ ઓપન કરો અને સેવ કરેલા 9222201122 વાળો નંબર ખોલો.
(3) સેવ કરેલા નંબર ઉપર Book લખીને મોકલી દો. 
(4) તમારા રજીસ્ટર નંબરથી એચપી ગેસ (HP Gas) ઉપર Book લખીને મોકલવાથી તમારા What's app ઉપર તમામ જાણકારી આવી જશે અને આ સરળ પ્રોસેસ થી ગેસ સિલિન્ડર તમારા ઘરે પહોંચી જશે.

What's app ઉપર બુકિંગ કરવા માટે સૌપ્રથમ ગેસ એજન્સી ઉપર તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો: તમે જે નંબર થી what's app ઉપર બુકિંગ કરવા ઈચ્છો છો તો તમારે સૌથી પહેલા ગેસ એજન્સી પર જઇ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો. જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર નહિ કરવો તો ગેસ સિલિન્ડર બુક થશે નહિ. આથી મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી સુવિધાનો લાભ મેળવો.