દેશમાં કાલના દિવસે એક વર્ષ પહેલાં લોકડાઉન લાગ્યું હતું. ૨૨ માર્ચ ૨૦૨૦ ના રવિવારે રસ્તાઓ એટલા ખાલીખમ હતા કે એટલા તો બીજા વિશ્વયુદ્ધ ના સમયે પણ નહોતા. કોરોના ની બીકના કારણે લોકોએ પોતાને ઘરોમાં બંધ કરી દીધા હતા. એની સાથે જ નરેન્દ્ર મોદીએ લોકોને માસ્ક પહેરવા, હાથોને સાફ રાખવા જેવી તમામ ગાઈડ લાઈન ને અમલ કરવા કહ્યું હતું.
જનતા કરફ્યુ સમયે રસ્તાઓ સૂમસામ, ના કોઈ હોર્ન નો અવાજ ના કોઈ લોકોનો અવાજ, ફકત પક્ષીઓનો અવાજ સંભળાતો. લોકડાઉન પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે આ ફકત ટ્રાયલ છે. ત્યારે લોકોને અંદાજો પણ નહોતો કે લોકડાઉન ક્યારે ખુલશે. વૃદ્ધ, બાળકો, યુવાનો ને કોરોના વાયરસે બધાને જપેટમાં લઈ લીધા હતાં. આવામાં ફકત એક જ ઉપાય હતો કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો.
ઘણા મહિનાઓ બાદ ભારત અનલૉક થયું અને ધીરે ધીરે વેક્સિન પણ વિકસિત કરી લીધી. આજે ભારત પાસે કોવિડ ૧૯ ની બે વેક્સિન છે. ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ માં પહેલો ડોઝ આપવાની શરૂઆત થઈ હતી જોત જોતા માં આ અભિયાન વેગ પકડી લીધો હતો. તેના થોડા સમય બાદ જ લોકોને માર્ચ મહિનામાં બીજો ડોઝ આપવામાં આવ્યો.
જોકે અત્યારે ફરી એક વાર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા માં વધારો થયો છે અને કેસો સતત વધી રહ્યા છે. આશા હતી કે વેક્સિન આવ્યા પછી કોરોના જતો રહેશે પરંતુ એવું કશું ના થયું.
વેક્સિન આવ્યા પહેલા જેમ લોકો માસ્ક પહેરતા, હાથને સેનીટાઇઝ કરતા,શારીરિક અંતર રાખતા એવી ગંભીરતા હવે નથી જોવા મળી રહી.