૭૨ કલાકમાં મોદીજીના પોસ્ટરો અને ફોટાઓ હટાવવાના આદેશ, પેટ્રોલપંપો પર લાગવાયેલા ફોટાઓ હટાવવામાં આવશે

૭૨ કલાકમાં મોદીજીના પોસ્ટરો અને ફોટાઓ હટાવવાના આદેશ, પેટ્રોલપંપો પર લાગવાયેલા ફોટાઓ હટાવવામાં આવશે

પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે પશ્ચિમ બંગાળના તમામ પેટ્રોલપંપે મોદીજીના ફોટાઓને હટાવી દેવામાં આવ્યા છે. જેમાં મોદીજીની વેકસીન લેતા ફોટાઓ લગાવવામાં આવ્યા હતાં.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી જેથી ચૂંટણી અયોગે ૭૨ કલાકની અંદર ચૂંટણી પ્રચાર માધ્યમોમાંથી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની વેકસીન વાળા પોસ્ટરો અને વીડિયો હટાવવાનો આદેશ કર્યો છે.

પશ્ચિમ બંગાળમાં પેટ્રોલ પંપો સહિત ઘણી સાર્વજનિક જગ્યાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના વેકસીન લેતા ફોટો લગાવવામાં આવ્યા હતાં. આ પોસ્ટરો અને ફોટો વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી આયોગને ફરિયાદ કરી હતી જેથી ચૂંટણી આયોગે ૭૨ કલાકની અંદર આવા પોસ્ટરો અને ફોટોને હટાવવાનો આદેશ કર્યો.

જોકે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને BJP વચ્ચે ચૂંટણી પહેલાંથી જ જોર શોર શરૂ છે ત્યારે બન્ને વચ્ચે ખૂબ રસપ્રદ મુકાબલો જોવા મળશે અને હાલ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ BJPના સેલ્ફ પ્રચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ કરી ફરિયાદ : તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ ડેરેક ઓ બ્રાયને ચૂંટણી આયોગને પત્ર લખીને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, મોદીજીના આ વેકસીનેશન સર્ટિફિકેટ ઉપર પીએમ મોદીના ફોટો સિવાય તેના તરફથી અંગ્રેજી અને હિન્દીમાં એક સંદેશ પણ છુપાયેલો છે.

ડેરેક ઓ બ્રાયને પોતાની ફરિયાદમાં કહ્યું કે, સ્વાસ્થય મંત્રાલયની તરફથી દેવામાં આવતા વેકસીનેશન સર્ટિફિકેટ થી પીએમ મોદી માત્ર પોતાના પદનો દૂરઉપયોગ જ નહીં પરંતુ કોવિડ વેકસીન લગાવવા વાળા ડોકટરોની ક્રેડિટ પણ ચોરી રહ્યા છે.