khissu

પાકિસ્તાનમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના પોસ્ટર અને સુત્રોચાર થયાં, નરેન્દ્રમોદી તેઓની આશા છે અને તેઓને આઝાદી અપાવશે

પાકિસ્તાનમાં ઠેર ઠેર જગ્યાએ ઇમરાન ખાનનો વિરોધ થઈ રહ્યો છે. પાકિસ્તાનની પ્રજાને હાલની સરકારથી સંતુષ્ટિ નથી. ત્યારે રવિવારે પાકિસ્તાનના સિંધમાં અલગ સિન્ધુદેશ માટે મોટી સંખ્યામાં રેલી નિકળી હતી.


હાલ પાકિસ્તાનના સિંધમાં આવેલા સન્ન શહેરમાં અલગ સિન્ધુદેશ માટે ભારે સંખ્યામાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના સંખ્યાબંધ પોસ્ટર અને બેનર્સ જોવા મળ્યા અમે મોદીજી ના સમર્થનમાં સૂત્રો પોકારી રહ્યા હતા. આ ઉપરાંત બીજા દેશના નેતાઓના પણ પોસ્ટર હતા. આમ સિંધના લોકો ઇમરાનખાન સામે રોષ વ્યકત કર્યો હતો.


ત્યાંના લોકોએ જણાવ્યું હતું કે ' અમે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, ઇઝરાયેલના વડાપ્રધાન અને અમરેકાના નવા પ્રમુખ બાઈડનને પણ અપીલ કરી હતી કે અમને સિંધની આઝાદી મેળવવામાં મદદ કરો. ઇમરાનખાનની સરકારે અમને પરેશાન કરી નાખ્યા હતાં. પાકિસ્તાને પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં અમે મોદીજી પર બહુ મોટી આશા રાખીએ છીએ.'


આ બધું થવા પાછળ ઇમરાનખાનની સરકારનો ત્રાસ હતો જેમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવ આકાશે પહોંચ્યા હતા. ઘણા વિરોધ પક્ષ પણ રેલીઓ યોજી રહ્યા છે અને ઇમરાનખાન ની સરકારને કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.