28 માર્ચ 2021ના રોજ ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચુંટણી યોજાઈ હતી જેનું આજે પરિણામ જાહેર થવાનું છે. તો લોકો પણ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે થોડી જ વારમાં લોકોની આતુરતાનો અંત આવશે. જોકે જેમ જેમ આંકડા આવે છે તેમ તેમ અમે અહીં મુકતા રહીશું તેથી પળેપળ અહીં મુલાકાત લેતાં રહેજો.
તમને જણાવી દઈએ કે આ વખતે જિલ્લા પંચાયતોમાં 66.67% , તાલુકા પંચાયતોમાં 69.18% અને નગરપાલિકાઓમાં 59.05% મતદાન થયું છે. જોકે 2015ની ચૂંટણીમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ભાજપનું જોર હતું.
આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચુંટણીનું પરીણામ થોડી જ વારમાં જાહેર થવાનું છે. હાલ મતગણતરી શરૂ જ છે અને અમે પળેપળની અપડેટ અહીં આપતાં રહેશું.
28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરનપાલિકાની 2720 બેઠકો માટે મતદાન યોજાયું હતું.
તાલુકા પંચાયત અત્યારસુધીનું પરિણામ :
કુલ 231 તાલુકા પંચાયતોમાંથી 7159 બેઠકમાં ભાજપ, 11 બેઠકમાં કોંગ્રેસ અને 2 બેઠકમાં અન્ય આગળ છે. જેતપુર તાલુકા પંચાયતની આરબટીબડી બેઠક પર અપક્ષ ઉમેદવાર ગોપાલ પરમારનો વિજય થયો, બોરડી સમઢીયાળા બેઠક પર અપક્ષ ઉમેદવાર મનોજ પરમારનો વિજય, ઉપલેટા તાલુકા પંચાયતની હરણી બેઠક પર કોંગ્રેસનો વિજય, જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકા પંચાયતમાં બેરાજા બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય તેમજ આણંદ તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.
પાલિકા પંચાયતની LIVE અપડેટ (8:00 PM) :
ભાજપ કોંગ્રેસ અન્ય
જિલ્લા પંચાયતો (31) : 31 0 0
તાલુકા પંચાયતો (81) : 196 33 0
નગરપાલિકાઓ (231) : 75 3 3
8:00 PM વાગ્યા સુધીના જિલ્લા પંચાયત નું પરિણામ :
બેઠક જા.પરિણામ BJP CNG અન્ય
અમદાવાદ - 34 32 28 4 -
અમરેલી - 34 34 27 6 1
આણંદ - 42 41 35 6 -
અરવલ્લી- 30 30 25 5 -
ભરૂચ - 34 31 25 3 3
ભાવનગર- 40 38 31 6 1
બોટાદ - 20 20 19 1 -
છોટા ઉદેપુર - 32 30 26 4 -
દાહોદ - 50 44 37 6 1
ડાંગ - 18 18 17 1 -
દેવભૂમિદ્વારકા - 22 22 12 10 -
ગાંધીનગર- 28 28 19 9 -
ગીર સોમનાથ - 28 28 22 6 -
જામનગર - 24 24 18 5 1
જૂનાગઢ - 30 30 22 6 2
કચ્છ - 40 40 32 8 -
મહેસાણા- 42 37 33 4 -
મહીસાગર- 28 27 21 6 -
મોરબી - 24 24 14 10 0
નર્મદા - 22 22 19 2 1
નવસારી - 30 30 27 3 -
પંચ મહાલ - 38 38 38 - -
પાટણ - 32 30 20 10 -
પોરબંદર - 18 18 16 2 -
રાજકોટ - 36 36 26 10 -
સાબરકાંઠા - 36 35 30 5 -
સુરત - 36 30 28 2 -
સુરેન્દ્રનગર - 34 34 29 5 -
તાપી - 26 26 17 9 -
વડોદરા - 34 34 27 7 -
વલસાડ - 38 38 36 2 -
કુલ - 980 949 776 163 10
ગુજરાતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરનપાલિકાની ચૂંટણીના પરિણામોની પળેપળની અપડેટ અહીં મળતી રહેશે. તો પળેપળ અહીં મુલાકાત લેતાં રહેજો.