પાન કાર્ડ આધાર સાથે લીંક છે કે નહિ? પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેમ લીંક કરવુ?  જાણો સરળ પ્રોસેસમાં..

પાન કાર્ડ આધાર સાથે લીંક છે કે નહિ? પાન કાર્ડને આધાર કાર્ડ સાથે કેમ લીંક કરવુ? જાણો સરળ પ્રોસેસમાં..

શું તમે હજુ સુધી તમારા PAN ને આધાર સાથે લિંક કર્યું નથી? તો આ સમાચાર તમારા માટે છે કારણ કે આજે અમે તમને પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની સૌથી સરળ પ્રોસેસ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે સરકારે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. જો તમે પાન કાર્ડને આધાર સાથે લીંક નહિ કરો તો તમારું પાન કાર્ડ 30 સપ્ટેમ્બર પછી અમાન્ય થઈ જશે. પાન કાર્ડ આધાર સાથે લિંક છે કે નહિ તે જાણવાની પ્રોસેસ પણ ઘણી સરળ છે. તો ચાલો જાણીએ PAN અને આધારને લિંક કરવાની સૌથી સરળ પ્રક્રિયા વિશે

PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
1] PAN ને આધાર સાથે લિંક કરવા માટે, ઈન્કમટેક્સ ઈ-ફાઈલિંગ વેબસાઈટ (incometaxindiaefiling.gov.in) પર જાઓ.
2] સાઇટની ડાબી બાજુ તમને આધાર લિંક કરવાનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
3] હવે નવા પેજ પર વિગતો ભરો.
4] તમારો પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
5] બધી વિગતો ભર્યા પછી કેપ્ચા કોડ દાખલ કરો
6] 'આધાર લિંક' પર ક્લિક કરો
7] એકવાર તમે તેના પર ક્લિક કરો તો તમારું PAN આધાર સાથે લિંક થઈ જશે.
8] હવે, તમે તમારી સ્ક્રીન પર પણ આ માહિતી જોઈ શકશો.

એસએમએસ દ્વારા PAN ને આધાર સાથે લિંક કરો:
યૂઝર્સ 567678 અથવા 56161 પર SMS મોકલીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે સરળતાથી લિંક કરી શકે છે. PAN ને આધાર નંબર સાથે લિંક કરવા માટે, યૂઝર્સે UIDPAN <space> <12 digit Aadhaar> <space> <10 digit લખીને SMS મોકલવો પડશે. ઉદાહરણ તરીકે UIDPAN 0000011112222 AAAPA7777Q. ઉપર આપેલ નંબરો પર SMS મોકલ્યા પછી, જો તમારું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડ અને પાનકાર્ડ બન્નેમાં સમાન હોય તો આધાર નંબરને પાન નંબર સાથે જોડી દેવામાં આવશે.

તમારું PAN અને આધાર લિંક છે કે નહીં તે ચેક કેવી રીતે કરવુ?
1. આ માટે, ઈન્કમ ટેકસ વિભાગની ઇ -ફાઇલિંગ વેબસાઇટ પર પર જાઓ અથવા અહીં ક્લિક કરો - incometaxindiaefiling.gov.in/aadhaarstatus
2. PAN અને આધાર નંબર દાખલ કરો.
3. 'view aadhar status' લિંક પર ક્લિક કરો
4. ક્લીક કરતા સ્ક્રીન પર બતાવશે કે આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક છે કે નહિ.

તમે SMS દ્વારા પણ ચેક કરી શકો છો: 
યૂઝર્સ આ માટે UIDPAN <12 અંક આધાર નંબર> <10 અંક પરમામેન્ટ એકાઉન્ટ નંબર (pan card) > લખીને 567678 અથવા 56161 પર SMS મોકલી શકે છે.  જો લિંકિંગ થઈ જાય તો તે બતાવશે કે. Aadhaar...is already associated with PAN.